________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા
જયંત કોઠારી
ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાલીન અહિત્યાકાશના એક અત્યંત તેજસ્વી તારક છે. જ્ઞાનપ્રૌઢિમાં તો એ અજોડ છે. નવ્ય ન્યાયના આ આચાર્ય ષડ્રદર્શનવેત્તા હતા અને કાવ્યશાસ્ત્ર. વ્યાકરણ આદિ અનેક વિદ્યાઓમાં એમની અનવરુદ્ધ ગતિ હતી. આ વિષયોમાં એમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથોની રચના કરી છે. એમનું ગુજરાતી (અને થોડુંક હિંદી) સાહિત્યસર્જન પણ સારા પ્રમાણમાં છે, એમાં રાસ, સંવાદ, સ્તવનસઝાયાદિ પ્રકારો આવરી લેવાયા છે અને સાંપ્રદાયિક તત્ત્વપરામર્શની સાથે સાહિત્યકળાની ઉચ્ચતા જોવા મળે છે. એમણે પોતે નોંધ્યું છે કે ગંગાકાંઠે છે એ બીજાક્ષરના જાપથી સરસ્વતી એમના પર તુષ્ટમાન થયાં હતાં અને એમણે એમને તર્ક અને કાવ્યનું વરદાન આપ્યું હતું. એમનું સાહિત્ય જાણે આ હકીકતની સાખ પૂરે છે. એમાં તર્ક એટલે વિચારશક્તિ -- બૌદ્ધિકત્વ અને કાવ્ય એટલે સાહિત્યકળા – રસસૌન્દર્યનો મેળ જોવા મળે છે. “જબૂસ્વામી રાસમાં એમણે કહ્યું છે –
તકવિષમ પણ કવિનું વયણ સાહિત્યે સુકુમાર,
અરિગજગજન પણ દયિત નારી મૃદુ ઉપચાર. | (કવિનું વચન તકને કારણે વિષમ, પણ સાહિત્યગુણે કરીને સુકુમાર હોય છે, જેમ શત્રરૂપી હાથીઓને પરાભવ પમાડનાર પ્રિયતમ નારી પ્રત્યે મૃદુ વ્યવહારવાળો હોય છે.)
તે રીતે યશોવિજયજીનું સાહિત્યસર્જન પણ તકવિષમ પણ કાવ્યરસમધુર છે. અહીં ગુજરાતી-હિંદી કૃતિઓને સંદર્ભે એમની સાહિત્યકળાની કેટલીક લાક્ષણિકતાઓની સંક્ષિપ્ત નોંધ લેવાનો ઉપક્રમ છે. વિચારવૈદધ્ય
તર્કપાટવ, વિચારબળ, વિદગ્ધતા કે ચાતુર્ય યશોવિજયજીના સાહિત્યનું એક વિશિષ્ટ લક્ષણ છે, કદાચ બીજે ભાગ્યે જ જોવા મળે એવું. “સમુદ્રવહાણ સંવાદમાં સામસામી દલીલોની કેવી પટાબાજી છે ! સમુદ્ર મોટાઈનો મહિમા કરે છે તો સામે વહાણ મોટા કરતાં નાના પદાર્થો કેવા ઉપયોગી થાય છે તે બતાવે છે. સમુદ્ર પોતાનું કુલગૌરવ આગળ કરે છે તો વહાણ કુલજન્મ કરતાં સારાનરસાં કાર્યો જ વધુ મહત્ત્વનાં છે અને પ્રતિપાદિત કરે છે. આ જ રીતે ગુણ ગર્વની સામે ગુણનમ્રતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org