________________
અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૧૩
સૌંદર્ય તથા તેની રસસમૃદ્ધિ છે. યશોવિજયજી પણ સાધક અને કવિ હતા, પણ પ્રમાણમાં ફેર. આનંદઘનજીમાં જેટલી ને જેવી ઉદારતા અને ગંભીરતા પોતાના શુદ્ધ મર્મીપણા(mysticism)ને લઈને સતત વહેતી રહી હતી, તેટલી અને તેવી યશોવિજયજીમાં સતત દૃશ્યમાન ન થાય તો તે તેમનામાં તેટલા પ્રમાણમાં મર્મીપણું ન હોવાને કારણે સમજવું.
અંતે શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય બંનેના એક બે કાવ્ય-ટુકડાનું સ્મરણ કરી તેમની અધ્યાત્મવૃતિઓનાં શુદ્ધ સંસ્કરણ ભાવાર્થ-ટીકા અને માર્મિક વિવેચન સહિત પ્રકટ કરવા-કરાવવાની જરૂર છે એ પર સમાજનું ધ્યાન ખેંચી અત્યારે અત્ર વિરામ લેવો યોગ્ય છે.
અધ્યાત્મી જે વસ્તુ વિચારે.... વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન-મત-વાસી રે.
(આનંદઘનનું ૧૧મા જિનનું સ્ત) આતમજ્ઞાની શ્રમણ કહાવે.. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે. આનંદઘન-પદ-સંગી રે
(આનંદઘનનું ૧૨મા જિનનું સ્ત.) આતમ-અનુભવ-રસભરી, યામેં ઓર ન માને, આનંદઘન અવિચલ કલા વિરલા કોઈ પાવે. (આનંદઘનનું બીજું પદ) ચેતન ! જ્ઞાનકી દૃષ્ટિ નિહાલો. જ્ઞાનદૃષ્ટિમાં દોષ ન એતે, કરો જ્ઞાન-અજુઆલો ચિદાનંદઘન સુજસવચનરસ, સજ્જન હૃદય પખાલો. ચેતન.
(યશોવિજયનું એક પદ)
પાદટીપ ૧. અમદાવાદ આવ્યાનું આ વર્ષ ચર્ચાસ્પદ છે. જુઓ ‘ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથમાં
ઉપાધ્યાય યશોવિજયનું જીવનવૃત્ત એ લેખ. – સંપા. ૨. જુઓ “ઘનાનન્દકા એક અધ્યયન’ એ નામનો લેખ, પ્ર૭ નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૪૬,
અંક ૨. શ્રાવણ ૧૯૯૮ પૃ.૧૪૩ તેમાં ઘનાનંદ, આનંદઘન, આનંદ એ ત્રણે નામના કેટલાક કવિઓનો અને આપણા આનંદઘનનો ઉલ્લેખ કરી તે વિષયે ઘણી માહિતી આપવામાં
આવી છે. ૩. ઇંદોર હિંદી સાહિત્ય સંમેલનની સંમેલન-પત્રિકામાં પ્રથમ છપાયો હતો અને પછી હિંદી,
માસિક “વીણા’ સને ૧૯૩૮ના નવેંબરના અંકમાં પ્રકાશિત થયો હતો. વળી અંગ્રેજી વિશ્વભારતી' ત્રૈમાસિક પત્રિકામાં પણ તેમણે આનંદઘન સંબંધી લખ્યું હતું. લેખકને આ
લેખો વાંચવા મળી શક્યા નથી. ૪. વિષયરસમાં ગૃહી માચિયા નાચિયા કુગુરુ મદ ભરપૂર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે.. કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે. દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગસૂલ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org