________________
૨૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
(જુઓ મારો સંપાદિત. શ્રી યશોવિજયરચિત “ગૂર્જર સાહિત્યસંગ્રહ' ભા.૧)
આવાં ખલ અને દુર્જન તરફથી થયેલા આક્ષેપો, વગોણાં વગેરે બતાવતાં અનેક અવતરણો યશોવિજયજીની ગુજરાતી તેમજ સંસ્કૃત કૃતિઓમાંથી મળે છે, કે જે હું અત્ર સ્થાનાભાવે ઉતારતો નથી. ઉપરના થોડા ઉતારા પરથી જણાશે કે એ નિન્દાથી પોતાને બહુ લાગી આવતું, તેનું શોષણ-નિરાકરણ-નિવારણ કરવાની ઇચ્છા રહેતી, ક્રોધ ઊપજતો પણ પ્રભુની ભક્તિ અને ગુણગાન કરીને આશ્વાસન લેતા અને હૃદયનો ક્રોધ ને ખેદ નિવારતા. શ્રી આનંદઘન એટલા મસ્ત અને ઉચ્ચ કોટિના હતા કે તેમને કોપ થાય નહીં અને નિંદાની કે માનની પરવા હોય નહીં. આટલો બન્નેમાં અંતર લાગે છે. છતાં યશોવિજયની આત્મદશા ઉત્તરોત્તર ચડતી ગઈ છે.
એમની આત્મસ્થિતિ એમના જ શબ્દમાં જોઈશું. ‘સમ્યદૃષ્ટિ-દ્વાáિશકામાં કહેલું છે કેઃ
मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् ।
सम्यग्दृष्टिगृहीतं तु सम्यग् मिथ्येति नः स्थितिः ॥ “મિથ્યાદૃષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યકૃત હોય તોપણ મિથ્યા થાય છે, જ્યારે સમ્યગુદૃષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રત હોય તો પણ સમ્યફ થાય છે. અને તેવી અમારી સ્થિતિ છે." એટલે પોતે મિથ્યાશ્રતો અવગાહેલાં તે પોતે સમ્યગુદૃષ્ટિ હોઈ પોતાને સમ્યપણે થયાં છે – પરિણમ્યાં છે.
શાસ્ત્રના સમ્યક પરિચયથી, ધીમાનોના સંપ્રદાયને અનુસરી અને પોતાના અનુભવયોગથી રચેલા પોતાના “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં નીચેના (પ્રબંધ ૩ શ્લોક ૪૦) પરથી જણાય છે કે તેમને સમભાવ હતો ને તેનું સુખ પોતે જોએલું હતું.
दूरे स्वर्गसुखं मुक्ति-पदवी सा दवीयसी ।
मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ।। “સ્વર્ગનું સુખ તો દૂર છે અને મોક્ષપદવી તો વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખ તો (અમે) સ્પષ્ટ રીતે જ જોયેલું છે.”
शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि ।
क्षीयन्ते शान्तहदामनुभव एवात्र साक्षी नः ।। “શાન્ત હૃદયવાળાના – શમયુક્ત ચિત્તવાળાના શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ (સર્વે) ક્ષીણ થાય છે, એ બાબતનો સાક્ષી અહીં અમારો અનુભવ જ છે.” (પ્રબંધ ૭, શ્લોક ૧૮)
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासा ननु भवामः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org