________________
૨૦૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
યશોવિજય જેવાને અતિ આદરભાવ ન હોય તે સ્વાભાવિક છે. વળી દુર્ભાગ્યે ગચ્છાચાર્ય થવા યોગ્ય અને જેમના પ્રત્યે પોતાનો બહુ પૂજ્યભાવ હતો તે વિજયસિંહસૂરિ સં.૧૭૦૯માં સ્વર્ગસ્થ થયા. તેમજ બીજી અનેકગણી વિષમ પરિસ્થિતિ હતી કે જેમાં અત્ર સ્થાનાભાવે ઊતરવું યોગ્ય નથી. યશોવિજયજીને નીચેના શબ્દોમાં તેમની આત્મપ્રતિષ્ઠા ઘવાય તે રીતે માફી માગવી પડી.
“ૐ નત્વા સં.૧૭૧૭ વર્ષે ભ. શ્રી વિજયપ્રભસૂરીશ્વર ચરણાનું શિશુલેશઃ પં. નયવિજયગણિશિષ્ય જસવિજયો વિજ્ઞપયતિ, અપર આજ પહિલા જે મઈ અવજ્ઞા કીધી તે માપ. હર્વેિ આજ પછી શ્રીપૂજ્યજી થકી કર્યૂ વિપરીતપણું કરું. તથા શ્રીપૂજ્યજી થકી જે વિપરીત હોઈ તે સાર્થિ મિલું તો, તથા મણિચંદ્રાદિકનિ તથા તેહોના કહિણથી જે શ્રાવકન શ્રીપૂજ્યજી ઉપ,િ ગચ્છવાસી યતિ ઉપરિ, અનાસ્થા આવી છે તે અનાસ્થા ટાલવાનો અને તેહોનિ શ્રીપૂજ્યજી ઉપરિ રાગ વૃદ્ધિવંતો થાઈ તેમ ઉપાય યથાશક્તિ ન કરે તો, શ્રીપૂજ્યજીની આજ્ઞારુચિ માહિં ન પ્રવર્તે તો માહરિ માથઈ શ્રી શત્રુંજય તીર્થ લોયાનું, શ્રી જિનશાસન ઉત્થાપ્યાનું, ચૌદ રાજલોકનઈ વિષઈ વર્તઇ તે પાપ.” (પૂજ્ય પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી પાસે ૪-૫ ઈચ લાંબા પહોળા, કાગળના કકડા ઉપર લખેલું છે તેની અક્ષરશઃ નકલ.)
સં.૧૭૧૮માં – ઉપરની માફી પછી પ્રાયઃ એક વર્ષે વિજયપ્રભસૂરિએ યશોવિજયજીને “ઉપાધ્યાય' પદ આપવાની ક્યા બતાવી.
વિદ્વાન, પંડિત, કવિ ને ગ્રંથકાર યશોવિજય અધ્યાત્મરસિક હતા એ તેમના અનેક ગ્રંથો પરથી સ્પષ્ટ ભાસે છે, તેથી તે અધ્યાત્મ-જ્ઞાની આત્મસ્થિત અધ્યાત્મયોગી આનંદઘનજીને મળવા ઇછે અને મળે એ સ્વાભાવિક છે. વળી આનંદઘનજી બાવીશી પર પોતે બાલાવબોધ રચ્યો હતો. તે બાવીશ સ્તવને લોકપ્રચલિત થયાં હતાં તે તો તેની દેશી પોતાની કૃતિમાં લીધી છે તે પરથી જણાય છે (દા.ત. ચાર ઢાલના નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર સ્વ.' ઢાલ ત્રીજીની દેશી અભિનંદન જિન ! દરિશન તરસીયે' એ આનંદઘનના ૪થા સ્તવનની પ્રથમ પંક્તિ). પોતે આનંદઘનજીના મિલન પછી કેટલા પ્રસન્ન અને આનંદમય બન્યા હતા તેનું તાદૃશ સ્વરૂપ “આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી' એટલે આઠ પદ રચેલ છે તેમાં આપ્યું છે. દા.ત.
મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર, જશવિજય કહે સુનો હો આનંદઘન ! હમ તુમ મિલે હજૂર. (૧લું પદ) કોઉ આનંદઘન છિદ્ર હિ પેખત, જસરાય સંગ ચડી આયા, આનંદઘન આનંદ રસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. (૪થું પદ) એ રી આજ આનંદ ભયો, મેરે તેરી મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ – એ રી. (૭મું પદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org