________________
૨૦૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ચારણ-ચારણીઓનાં, ગીતનો હોય છે. આ જ એની અપીલ છે જે કદી વાસી થવાની નથી.” (પ્રબુદ્ધ જૈન, ૧–૧૧–૪૧, પૃ.૧૨૪) મીરાંના પદોની એ વાત આનંદઘનનાં પદોને બરાબર લાગુ પડે છે. એટલું નિશ્ચિત છે કે મીરાંબાઈ, નરસિંહ તેમજ કબીર, દાદ, સુરદાસ વગેરે જૈનેતર સંતોનાં પદોનું સાહિત્ય અમર છે, તે પ્રમાણે આનંદઘનનાં સ્તવનો અને પદોનું સાહિત્ય માત્ર જૈન સાહિત્યમાં જ નહીં પણ સમસ્ત ભારત-સાહિત્યમાં સારું સ્થાન લે તેમ છે. તે સમજવા માટે જૈનધર્મની પરિભાષા તો અલબત્ત થોડીઘણી જાણવી પડશે.
ધર્મસમાજની વિષમ સ્થિતિની વચમાં રહીને રા. સુશીલ શ્રી ક્ષિતિબાબુના લેખ ઉપરથી કહે છે તેમ “જે વખતે વાગુવૈભવ અને વિધિનિષેધની ઘડભાંજમાં જ વિદ્વાનો અને સંપ્રદાયના મહારથીઓનો ઘણો ખરો સમય ખર્ચાઈ જતો હતો (શ્રી યશોવિજયે પૂવધ જીવનમાં કર્યું તેમ), તે વખતે અધ્યાત્મયોગી આનંદઘનજીની સાધનાએ મધ્યયુગમાં એક જુદી ભાત પાડી. પ્રખર પંડિતો અને વાદવિવાદમાં વાચસ્પતિ જેવા ગણાતા પુરુષોની વચ્ચે તેમણે પોતાની સાધના ચાલુ રાખી. તેમણે આ પ્રેરણા શી રીતે મેળવી અને દેખીતી નિરાશા વચ્ચે પણ તેઓ કેમ અડગ રહી શક્યા એ એક વિચારવા જેવો વિષય છે.” શ્રીયુત ક્ષિતિબાબુનું એ કહેવું લક્ષમાં રાખવાનું છે કે “બહારના બધા પ્રભાવથી પોતાને સર્વથા અલગ અને વિશુદ્ધ રાખવામાં જૈનો ખૂબ જ સાવચેત રહે છે. એટલું છતાં આનંદઘનજીના આધ્યાત્મિક તરંગોએ પેલી કૃત્રિમ દીવાલોની પરવા ન કરી. જૈન સમાજે અતિ સાવધાનપ્રિયતામાંથી ઉપજાવેલાં અસંખ્ય અર્થહીન વજબંધનો પણ એ વિદ્રોહના હેતુરૂપ હોય. જૈન ધર્મે પ્રકટાવેલી (અધ્યાત્મજ્ઞાનની) મશાલોનાં તેજ ધીમેધીમે બુઝાતાં હતાં, નવું દીવેલ પૂરનાર પુરુષ ક્યાંય દેખાતો ન હતો અને વધુ આશ્ચર્યની વાત તો એ છે કે મશાલ બુઝાવા છતાં મશાલના હાથા એ જાણે સળગતી મશાલ હોય એમ માની તેઓ માર્ગ કાઢે જતા. આનંદઘનજીએ એમાં થોડું જીવન પૂર્યું. જગતે જૈન ધર્મનો પ્રકાશ એક વાર ફરીથી નીરખ્યો. પણ એની અવધ મર્યાદિત હતી. વિદ્રોહની પ્રતિક્રિયા તો ક્યારનીયે શરૂ થઈ ચૂકી હતી.” એટલું છતાં તે વિદ્વાને પ્રકારાંતરે સૂચવ્યું છે કે જૈન સંઘના ખમીરમાં વિપ્લવવાદ ભર્યો છે. આત્મકલ્યાણ કે જનકલ્યાણની કામનાવાળો કોઈ પણ જૈન વહેલો યા મોડો બળવાખોર બન્યા વિના ન રહે. શ્રી મહાવીર પ્રભુ પણ મોટી ક્રાંતિ કરનાર હતા. આ દૃષ્ટિએ આનંદઘનજી અને તેમના સરખા અધ્યાત્મયોગીઓનું સ્થાન ઘણું ઉચ્ચ છે. એવા પુરુષો જ બુઝાતી મશાલોમાં નવું તેજ પૂરે છે અને જૈન શાસનની ઉપકારકતા સિદ્ધ કરે છે.
શ્રી યશોવિજય શ્રી આનંદઘનજીને મળ્યા હતા તે વાત પર આવીએ તે પહેલાં જેના સંબંધી મેં ઘણુંયે એકત્ર કરી લખી રાખ્યું છે અને જેના સંબંધી મારી સંપાદિત કરેલ “સુજસવેલી ભાસમાં તેમજ પં. સુખલાલ આદિ અનેક વિદ્વાનોએ લખ્યું છે અને ઘણું લખશે તેથી વધુ ન કહેતાં તે યશોવિજયના અત્યારે સ્થાનાભાવને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org