________________
અઘ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય ] ૧૯૫
એક જ સ્થળે પોતાના બાવનમા પદમાં ‘નામ આનંદઘન લાભ આનંદઘન' એ પરથી ખુદ પોતે સૂચિત કર્યું છે.
તેમનાં ગામ, માતાપિતા, જ્ઞાતિ, ગચ્છ વગેરેનાં નામ તેમજ જન્મ-દીક્ષાઅવસાન આદિના નિશ્ચિત સંવત મળતા નથી તેમ પોતાની કૃતિની રચનાના સંવત પણ પોતે આપેલ નથી એટલે બને તેટલું બીજાં સાધનથી શોધવાનું રહ્યું. તેમનાં સ્તવનોમાં જે દેશીઓ વાપરી છે તે પરથી કંઈક કાનિર્ણય અનુમનાય : દા.ત. બીજા જિનસ્તવનની અને આઠમા સ્તવનની દેશીઓ ‘કર્મપરીક્ષા-ક૨ણ કુમર ચલ્યો રે’ ને ‘કુમરી રોવે આક્રંદ કરે મને કોઈ મુકાવે' એ સં.૧૬૭૨માં (ખ.) સમયસુન્દરે મેડતામાં રચેલી ‘પ્રિયમેલક ચોપઈ’ની ત્રીજી અને બીજી ઢાલ છે; છઠ્ઠા સ્તવનની ‘ચાંદલીયા સંદેશો કહે માહરા કેતને રે' એ તે (ખ.) સમયસુન્દરના સં.૧૬૭૩માં મેડતામાં જ રચેલા ‘નલદવદંતીના રાસ'ના ખંડ ૩ની ચોથી ઢાલ છે; ચોથા ને આઠમા સ્તવનની ‘આજ નિહેજો રે દીસે નાહલો' ને “ઇમ ધન્નો ધણને પરચાવે' એ અનુક્રમે (ખ.) જિનરાજસૂરિના સં.૧૬૭૮માં રચેલા ‘શાલિભદ્ર રાસ'ની ૧૧મી અને ૨૧મી ઢાલ છે; ચૌદમા અને બારમા સ્તવનની વિમલકુલ-કમલના હંસ તું’ અને ‘તુંગિયા ગિરિ શિરવરિ સોહઇ' એ અનુક્રમે (ત.) સકલચંદ્રકૃત ‘બાર ભાવના”માં પહેલી ‘ભાવનાની સઝાય’ની, તથા ‘બલદેવ સઝાય'ની છે (સં.૧૬૪૦ આસપાસ) અને ‘ગુણહ વિશાલા મંગલિકમાલા' એ દશમા સ્તવનની દેશી તે (ત.) પ્રીતિવિમલના ‘ગોડી પાર્શ્વનાથ સ્તવન'ની (સં.૧૬૭૧ આસપાસ) છે. આ પરથી એ સ્તવનો સં.૧૬૭૮ પછી યા તે આસપાસ રચાયાં છે. યશોવિજય કે જેમની દીક્ષા સં.૧૯૮૮માં ને સ્વર્ગવાસ સં.૧૭૪૩માં થયેલો નિશ્ચિત છે, તેમનું મિલન આનંદઘનજી સાથે અવશ્ય થયું હતું. તે યશોવિજયે સં.૧૬૯૯માં કાશી પ્રત્યે વિદ્યા અર્થે વિહાર કરી ત્યાં ત્રણ અને આગ્રે જઈ ત્યાં અભ્યાસાર્થે ચાર વર્ષ ગાળી ગુજરાત પ્રત્યે વિહાર કરતાં અમદાવાદ સં.૧૭૧૮ લગભગ આવ્યા૧ તે દરમ્યાન થયું હોય એમ અનુમાન થાય છે. તેઓશ્રી સં.૧૬૫૦થી સં.૧૯૧૦ સુધી વિદ્યમાન અવશ્ય હશે.
એમ કહેવાય છે કે તેમણે ૨૪ જિન પૈકી ૨૨ જિનનાં સ્તવનો રચ્યાં, અને ૨૨ સ્તવન પર ખુદ યશોવિજયે, સં.૧૭૬૯માં જ્ઞાનવિમલસૂરિએ અને જ્ઞાનસારે સં.૧૮૬૬માં બાલાવબોધ રચ્યા છે. યશોવિજયકૃત બાલાવબોધનો તેમની કરેલી કૃતિઓની એક પત્ર ૫૨ મળેલી ટીપમાં ઉલ્લેખ છે, પણ તે ઉપલબ્ધ નથી. જ્ઞાનવિમલે અને જ્ઞાનસારે ખૂટતાં છેલ્લાં બે સ્તવન પોતે રચી ઉમેરી તેનો બાલાવબોધ પણ પોતે ઉમેરેલ છે. જ્ઞાનવિમલે એમ જણાવ્યું : ‘શ્રી લાભાનંદજીકૃત સ્તવન એતલા ૨૨ દિસે છે. યદ્યપિ (બીજા) હસ્ય તોહી આપણે હાથે નથી આવ્યા’ ને તેમનો બાલાવબોધ સામાન્ય છે. જ્ઞાનસાર પોતે અધ્યાત્મી હતા તેથી તેમણે ૨ચેલો બાલાવબોધ મૂલ નિગૂઢ આશયને સ્પર્શે છે, છતાં પોતે યથાર્થ સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org