________________
કવિ કુશલલાભ
વાડીલાલ ચોકસી
કવિનો કવનકાળ
ઈ.સ.ના સોળમા શતકના ઉત્તરાર્ધના કુશલલાભ એક સમર્થ ગુજરાતી કવિ છે. તેઓ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય હતા. ઉપાધ્યાય અભયધર્મના આ ઉપરાંત બીજા બે શિષ્યો નામે ભાનુ ચંદ્ર અને રામચંદ્ર હતા. આ માહિતી તે સમયના એક સારા શ્રાવક કવિ બનારસીદાસના
અધકથાનક' (અર્ધ આત્મકથા, ઈ.સ.૧૬૦૧)માંથી પ્રાપ્ત થાય છે. સાક્ષરશ્રી મો. દ. દેશાઈના જૈન ગૂર્જર કવિઓ અને આગમોદય સમિતિ, સુરતના “આનંદકાવ્ય મહૌદધિ – મૌક્તિક ૭' આદિ ઉપરથી કવિ વિશે કેટલીક માહિતી સાંપડે છે. તેમની પ્રાપ્ત કૃતિઓની રચનાસાલો પ્રમાણે તેમનો કવનકાળ ઈ.સ. ૧૫૬૦થી ૧૫૬૯નો એટલેકે લગભગ ૧૦ વર્ષનો જણાય છે. કવિના ગુરુ અને બે ગુરુબંધુઓ સિવાય કવિનાં માતાપિતા, જન્મ, દીક્ષા, વાચકપદ અને સ્વર્ગવાસ વગેરે અંગેની અન્ય કશી માહિતી પ્રાપ્ત થતી નથી. કવિની કૃતિઓ
કવિએ કુલ ચાર મોટી કૃતિઓ ગુજરાતીમાં અને એક મોટી કૃતિ રાજસ્થાનીમાં રચી છે.
૧. માધવાનલ ચોપાઈ (ઈ.સ.૧૫૬૦) : ૬૬૬ કડીની આ કૃતિ “આનંદ કાવ્ય મહોદધિ – મૌક્તિક ૭'માં ચી.ડા. દલાલ અને હરગોવિંદદાસ કાંટાવાળાના પરિચયલેખો સાથે છપાઈ છે.
૨. જિનરક્ષિત જિનપાલિત સંધિ (ઈ.સ.૧૫૬૫) : દાન, શીલ, તપ અને ભાવનું માહાત્મ દર્શાવતી ૮૯ કડીની આ કૃતિ છપાઈ નથી.
૩. તેજસાર રાસ (ઈ.સ.૧૫૬૮) : દીપપૂજાનું માહાભ્ય દર્શાવતી ૪૧૫ કડીની આ કૃતિ અપ્રસિદ્ધ છે.
૪. અગડદત્ત ચોપાઈ કે રાસ (ઈ.સ.૧૫૬૯) : ૨૨૮ કડીની આ કૃતિ પણ અપ્રગટ છે.
૫. ઢોલા માર ચોપાઈ (ઈ.સ.૧૫૬૧) : ૭૦૩ કડીની આ કૃતિનો ઘણો ભાગ રાજસ્થાની ભાષામાં છે. “આનંદકાવ્ય મહૌદધિ - મૌક્તિક ૭'માં એ મુદ્રિત સ્વરૂપે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org