________________
મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા
કનુભાઈ જાની
સાડા ત્રણસોક વરસ પર થઈ ગયેલા, ૧૭મી સદીના મધ્યકાલીન, ખરતરગચ્છી, મહિમાસાગરશિષ્યની બે મુખ્ય રચનાઓની મુખ્યત્વે અહીં વાત. કરવી છે. તેમના જીવન વિશે લગભગ કાંઈ જ મળતું નથી. આપણી ઇતિહાસદૃષ્ટિ જ એમાં કારણભૂત ન હોતાં એક બીજું કારણ આચાર્ય ક્ષિતિમોહન સેન આપે છે ? (“સાધનાત્રયી', પરિમાણ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૦, પૃ.૫૩૦) એક બાઉલને આ બાબતનું દુઃખ ક્ષિતિબાબુ વ્યક્ત કરતા હતા : “આપણા આવા કવિઓસાધકોનાં વૃત્તાન્તો જ ન મળે !” પેલાએ હસીને એક ગીત ગાયું :
ખાલેર પંકે ઠેલે જખન નાખો પિછેર દિકે જે ચિનુ થાકે તાતેઈ મેલે ભાઓ ! (જખમ) ગહિન જલે પાલ તુઇલ્યા નાઓ જાય, પથ્થર જે ચિન્ કઈ વા મિલાય, કેમૂને વા ભાઓ પાય ? (ખાડીને કાદવ ખેંચાય જ્યારે હોડી પડતી જાય એંધાણી પાછળની ગમ નિશાન પડે ભાળેય મળતી તેથી થોડી, (પરંતુ) જે વારે ગહન જળે શઢને તાણી નાવડી જાતી, મારગે એના રહે ના કોઈ એંધાણી
એની કાઢવી કેમ રે ભાળ ?) સાધનાનાં ઊંડાં જળમાં આવા સાધુ-કવિઓની નાવ એવી ચઢી જતી હોય છે કે પછી કોઈ બાહ્ય ચિહ્નો રહે નહીં! પાણી પર પગલાં કેવી રીતે પડે? ઇતિહાસ તો મળે ખભળાટ કરનારનો. ક્ષિતિબાબુ કહે છે : “આ કારણે..મોટા સાધકોનાં વૃત્તાન્ત આપણને મળતાં નથી.” (પ૩૧)
બીજી એક વાત ભાષાની. અખાએ આવા સહુઓ વતી કહ્યું છે, ભાષાને શું વળગે ભૂર ?' ભાષા સીધી લક્ષ્યગામી, સરળ, બોલચાલની જ હોવાની; ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org