________________
૧૮૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
બોધક પ્રસંગ કવિએ ‘ભરતેશ્વર બાહુબલી રાસમાં નિરૂપ્યો છે. ભરત પોતાના ૯૮ ભાઈઓને બોલાવવા દૂતો મોકલે છે. એ ૯૮ ભાઈઓ ભેગા થઈને જિનને પૂછે છે, રાજ્ય લિએ ભરતેશ્વર રે, નમિએ કે વઢિયે તાત ?” રાજ્ય માટે ભારત સાથે યુદ્ધ કરીએ કે સમાધાન ? ત્યારે ઋષભ સંક્ષેપમાં, પણ ચિત્તવેધી જવાબ આપે છે :
ઋષભ કહે વઢિયે સહી રે, મોહકષાયની સાથ, રાગ દ્વેષ અરિ જિતિયે રે. નમિયે ધર્મ સંગાથ. આપણે જોઈ શકીએ છીએ કે આવી બોધક પંક્તિ પણ કાવ્યત્વથી રસાઈને આવે છે અને ચિત્તને સ્પર્શી જાય છે. તેમનાં ગીતોના નાના પદબંધ અને લય મનોહારી છે. તેમના રાસાઓમાં વારંવાર આવતાં ગીતો ઋષભદાસની ગીતકવિ તરીકેની પ્રતિભાનો પણ પરિચય કરાવી આપે છે. તેમની દેશીઓમાં પણ રાગ અને લયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વિધવિધ રાગનાં પદો પરનું પ્રભુત્વ, સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાન્ત કે રૂપકાદિ અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા, ઊર્મિરસિત ચિંતન અને લયભરી બાની ઋષભદાસને સફળ કવિ તરીકેનું સ્થાન અપાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org