________________
મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ૧૮૩
જોવા નથી મળતી ! જે મળી તેને એક પછી એક જોવાનો ઉપક્રમ રાખ્યો છે. કૃતિપરિચય મળે એ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એની સાથે કવિગત લક્ષણો આપોઆપ મળે એ દૃષ્ટિ રાખી છે. અહીં પહેલાં ત્રણ સળંગ રચનાઓ લીધી છે, ત્યાર બાદ ફુટકળ.
પ્રકૃતિ અને પ્રેમ – પ્રાચીનતમ ગીતવિષયો, માનવજીવન સાથે અવિનાભાવે જોડાયેલાં બેય તત્ત્વો. પ્રેમ એ ઉત્પત્તિનું જ આદિકારણ અને પ્રકૃતિ તે પોષક-ઉત્તેજક તત્ત્વ. સાધુ હોય કે સંસારી એક્ટને આ બે વિના ન ચાલે. આ કારણે જગતભરમાં પ્રકૃતિકાવ્યના અનેક પ્રકારો મળશે. આપણા બારમાસા તેમાંનો એક પ્રકાર. નાયક-નાયિકા કલ્પીને, વિખૂટી પડેલી પ્રિયતમની રાહ જોતી નાયિકાના વિરહને જ કેન્દ્રમાં રાખીને, એ એક પછી એક માસ કેવી રીતે પસાર કરે છે, પલટાતી
તુઓનો પ્રભાવ એના ચિત્ત પર કેવાં સંવેદનો પાડે છે તેનું આલેખન બારમાસામાં થાય છે. એને “મહિના' પણ કહેતા. આ નિમિત્તે વિરહમિલનના શૃંગારને – મોટે ભાગે વિપ્રલંભને – બહેલાવવાની એક પરંપરા ઊભી થઈ છે. લગભગ સમગ્ર ઉત્તર ભારતીય ભાષાઓમાં બારમાસા છે. ગુજરાતી, બંગાળી, હિંદી, રાજસ્થાની વગેરેમાં વૈરાગ્યબોધાર્થે પણ એનો ઉપયોગ પ્રયોગ થયો છે, એનીયે પરંપરા છે. એના નોંધપાત્ર અભ્યાસો રશિયન ને ફ્રેન્ચ વિદ્વાનોએ – બાવિતેલ અને શાસ્ત વોદવિલે – કરેલા છે.
અહીં છે તે જૈનધર્મોપદેશાર્થે રચાતી બારમાસીની ઢબની જ કૃતિ છે; છતાં કવિપ્રતિભા આ મિષે પણ ઘણે સ્થાને ચમકે છે. બોધ તો ગદ્યમાં પણ આપી શકાત; અહીં કવિએ આ માર્ગ પસંદ કર્યો એ એ માર્ગની ખૂબીઓ હસ્તગત છે તેથી, એમ કૃતિ વાંચતાં લાગે છે. આવી ૨૯ બારમાસીઓનો સંગ્રહ ગુજરાતીમાં ડૉ. શિવલાલ જેસલપુરાએ આપીને, આવી કૃતિઓને હાથવગી કરી આપી છે. એમણે આપેલી ર૯ કૃતિઓમાંથી અપવાદરૂપ ત્રણને બાદ કરતાં બધી જ નેમિ-રાજુલ વિશે છે. તે પરથી આ વિષયની લોકપ્રિયતા અને દીર્ઘપરંપરા બને ફલિત થાય છે. (હું માનું છું કે નેમિ-રાજુલ બારમાસા ગુજરાતીમાં મોટી સંખ્યામાં મળે !) અહીંની નેમિરાજુલની કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ પણ થઈ શકે.
બારમાસી ઋતુકાવ્યનો મધ્યકાલીન લોકમાનીતો પ્રકાર છે. છ ઋતુઓનું વર્ષ લઈ, બે-બે માસની ઋતુ ક્રમેક્રમે લઈને બારમાસી રચવાની સંસ્કૃતાનુસારી રીત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ અપનાવાતી જોવાય છે. ઘણુંખરું એકએક માસની ઋતુચર્યાનું એકએક ચિત્ર મળતું જાય ને એમ બાર માસ ક્રમબદ્ધ આવે. એ દરમ્યાન નાયિકાએ વેઠેલ વિરહની વાત કહેવાતી રહે, ને અંતે મિલન અવશ્ય હોય. વિરહના અવલંબન રૂપ હોય નાયિકા ને મુખ્ય નિરૂપણ હોય કરુણાવલંબી વિપ્રલંભનું. રચના નિરપવાદે સુગેય હોય, સરળ હોય, સમૂહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org