________________
૧૮ડ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
જંગલ ફૂલે કેસુ, મનમોહના નેમ ! ફૂલી સબ વનરાય રે મનમોહના નેમ ! બાગ અંબવન મોરિયાં મનમોહના નેમ !
ગુંજત ભમર સુહાય રે મનમોહના નેમ ! ખલક, દેવો ને લોક સૌ પોતપોતાના રંગમાં મસ્ત છે ત્યારે અહીં જ નેમિને જોવનમાં જોગ' છે એમાં આવે છે ગ્રીષ્મ :
જંગલ જલતાં દેખીઇ, મનમોહના નેમ !
કોણ બુઝાવનહાર રે મનમોહના નેમ ! બહુ સહજ રીતે “જંગલ’ એ જીવનનું ને ‘આગ' એ વિરહનું જાણે પ્રતીક બનીને નિવારણની શક્યતા ને અસહ્યતા સૂચવે છે. એ ઋતુમાં સૌને પાણી ગમે. નેમિનેય પ્યાસ છે પ્રિયદર્શનની.
પંખી ઉતરે છાંહમેં. પણ અહીં નથી પાણી, નથી છાંયો ! કેવી સ્થિતિ છે રાજુલની ? સુંદર પંક્તિઓ છે :
ઓછે જલમેં માછલી, મનમોહના નેમ !
તલપતિ ફિરે ઉદાસ રે, મનમોહના નેમ ! જળ સુકાતાં માછલી તરફડે છે. ત્યાં એકાએક ઋતુ પલટાઈ. પલટાતા કાળની ગતિને પણ કવિ પકડતા જાય છે :
વાદળ અંબર છાઈ... મોર-મનાં આનંદ રે... પાવસ પ્રગટ્યા હે સખી !...
અંગ લગિ જલબુંદ રે !” પપૈયો બોલે. અંગ ભીંજાય ચુંદડી ચૂવે, પણ અંગની આગ ન ઓલવાય ! બધુંય ઊભરાય ને ઇચ્છિતને મળે; અહીં જ એમ નહીં ! સરોવરને મળે નાળાં, સાગરને નદીઓ, તરુવરને વેલ. સરખેસરખાં સંગ કરે ત્યારે અહીં ?
નદી જોવન ઊતર્યો.
પાહુનડો દિન ચાર રે ! જુઓ. ઋતુની ગતિ-સ્થિતિ કેવી કલાત્મકતાથી પકડી ! નદી હવે ઠરી, યૌવન તો ચાર દિ'નું જ હોય. એ તો મહેમાન, ચાર દિ' જ રહે. એ ચાર દિવસીય રાજુલના નહીં !! શરદ આવે. ચાંદની ખીલે; ત્યારેય આને મૂરઝાવાનું ? ને છેલ્લે શરદમાં આસો-કારતક આવે. દીપોત્સવ આવે, ઘરઘર દીપ જલે ! અહીં પણ અંધારું શેનું ? એ તો ઋતુ જ ભલી છે ! દીપોત્સવની સાથે મુક્તિ જોડાઈ જાય એવું ઋતુક્રમનિરૂપણ આપોઆપ થયું છે. મુક્તિપ્રાપ્તિ પણ દીપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org