________________
૧૬૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કવિના ગિરનાર ઉદ્ધાર રાસમાં કવિની કથન અને વર્ણન બન્ને શક્તિનો સુમેળ સધાયો છે. ગિરનારના પ્રાકૃતિક સૌન્દર્યનું જ નહીં પણ ગિરનારની જાત્રાએ આવતા લોકોના વિવિધ ભાવોનું પણ વર્ણન થયું છે ને એ વર્ણનોમાં ભાવકને આનંદ આપવાની ક્ષમતા છે. કાશમીરના રત્ના શેઠની કથા ગૂંથી કવિએ કથારસ પૂરો પાડ્યો છે. જેમાં કવિ માનવસ્વભાવનાં વૈવિધ્ય અને વૈચિત્ર્યનું નિરૂપણ એક મનોવૈજ્ઞાનિકની જેમ કરે છે.
શત્રુંજય ઉદ્ધાર રાસ ૧૫૮૭માં શત્રુંજય તીર્થનો સોળમી વખત ઉદ્ધાર થયો તે નિમિત્તે એના આગલા ઉદ્ધારો અને ભાવિ ઉદ્ધારની પણ વાત ગૂંથે છે. કૃતિ બહુધા માહિતીપૂર્ણ અને થોડી વર્ણનાત્મક છે.
અધ્યાત્મપ્રતિબોધ' એક રૂપકગ્રંથિ છે. મધ્યકાળમાં આધ્યાત્મિક ઉપદેશ શુષ્ક ન બની જાય તેથી આવી રૂપકગ્રંથિઓ યોજી ઉપદેશને કથાના વાઘા. પહેરાવવામાં આવતા. સંકટ સમયે આત્માને નિત્યમિત્ર સમો દેહ અને પવમિત્ર સમાં સ્વજનો નહીં પણ જુહારમિત્ર સમો ધર્મ કામ આવે છે એ એમાં બતાવાયું છે.
કવિની પ્રથમ કૃતિ ‘યશોધર નૃપ ચોપાઈ' હજી અપ્રગટ છે. પણ જૈન ધાર્મિક ગ્રંથોમાં આવતી જીવદયાની વૃત્તિના આદર્શ તરીકે નિરૂપાયેલા યશોધર રાજાના નવ ભવોની એ કથા છે. છેલ્લો જન્મ માત્ર કર્મ ખપાવવા માટે હતો. એટલે પૂર્વજન્મોની સાધનાનો ક્રમ એમાં દર્શાવ્યો છે.
પ્રભાવતી રાસ પણ હજી અપ્રગટ છે. એના આંતરપ્રમાણ અનુસાર એ સં. ૧૬૪૦(૧૫૮૪)માં વિજાપુરમાં રચાયો છે. કવિએ આ કાવ્યને આખ્યાન કહ્યું છે. એ નોંધપાત્ર છે. એમણે અંતમાં એનું મૂળ દર્શાવતાં કહ્યું છે :
લઘુવૃત્તિ ઉત્તરાધ્યયનની, વર ચૌદ સહસ્ત્રી માંહી,
અધ્યયન જોઈ અઢારમું, આખ્યાન રચ્યું ઉચ્છહિ. (કડી ૩૨૭-૨૮) આ પરથી અનુમાન થઈ શકે કે પૌરાણિક કથાકાવ્યના પર્યાય તરીકે રાસ અને આખ્યાન બન્ને સંજ્ઞાઓ એ વખતે પ્રચલિત હોવી જોઈએ. કાવ્યના કથાવસ્તુમાં અવગતે ગયેલો જીવ આદીશ્વર ભગવાનની પૂજા કરવાથી સતિ પામે છે તેનું આલેખન થયું છે.
૧૬૬૮માં રચાયેલો, વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા કહેતો “શીલ શિક્ષા રાસ” તથા “થાવસ્ત્રાપુત્ર રાસ' કવિની અન્ય રાકૃતિઓ છે.
કવિએ સ્તવનાદિ પ્રકારની ઘણી કૃતિઓ રચેલ છે. એમાં “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' એક ધ્યાન ખેંચતી કૃતિ છે. એમાં પાર્શ્વનાથને આદ્રભાવે થયેલી વિનંતી આસ્વાદ્ય છે ને ચારણી છંદો તથા ઝડઝમકભરી ચારણી શૈલીને કારણે પ્રભાવકતા આવેલી છે. “શાંતિનાથ સ્તવનમાં પણ આ શૈલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org