________________
૧૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પરિચય થાય છે. નગરવર્ણન, સ્ત્રીપુરુષરૂપવર્ણન વસ્ત્રાલંકારવર્ણન, એ બધામાં એઓ પ્રેમાનંદની હરોળમાં બેસી શકે એટલી ક્ષમતાવાળા છે. સૌભાગ્યસુંદરીનું વર્ણન જુઓ :
* વદનકમળ વિકસિત સદા પુનિમ ચંદ સમાન.
યૂથભ્રષ્ટ હરિણી તણાં લોચન લીધાં ઉદાલી, બિહતી મૃગલી બાપડી, જઈ રહી વન વિચાલી. * હંસગ્રીવ સમ ફૂટડી, ગ્રીવા ગુણિયલ મન્ન,
કંઠે જીવી કોકિલા, શ્યામ થઈ ગઈ રન્ન. નાયક અને નાયિકાની શૃંગારકીડાનું કવિએ તાદ્દશ વર્ણન કર્યું છે, જે દર્શાવે છે કે નવમે વર્ષે દીક્ષા લીધી હોવા છતાં કવિને સંસારની લીલાની કેવી વ્યાપક જાણકારી હતી. કવિએ અનેક દેશીઓ તથા ઉપમા, ઉલ્ટેક્ષા, વ્યતિરેક, એમ અનેક અલંકારો પ્રયોજી એમના કાવ્યને સમૃદ્ધ બનાવ્યું છે.
- કાવ્યને અને રૂપચંદકુંવર એની ત્રણ પત્નીઓ અને અન્ય નગરશ્રેષ્ઠિઓ એમ અનેક જણ પોતાના પૂર્વભવની વાત સાંભળી દીક્ષા લે છે. કેટલાક કહે છે કે પાંચમા ખંડમાં નાયિકનાયિકાનું પુનર્મિલન થાય, એ કલ્યાણરાજ્યનું નિમણિ કરે,
ત્યાં કથાનો અન્ત છે. છઠ્ઠા ખંડમાં તો ધમપદેશ અને દીક્ષા આવે છે, જે કથા ભાગ લાગતો નથી, પરંતુ આજનાં કાટલાંએ આ કૃતિઓને ન મપાય. જૈન કૃતિઓ કર્મફળના સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા રચાયેલી હોય છે, એટલે પૂર્વભવ કે પૂર્વભવોમાં શું પાપ કરેલાં કે જેનાં ફળો આ ભવમાં ભોગવવા પડ્યાં, તેની જાણ અને પરિણામે કમ ખપાવવા દીક્ષા લઈ, ધર્મધ્યાનમાં જીવન વ્યતીત કરવું એ લક્ષ્યની સિદ્ધિ કથાનું અતિ આવશ્યક અંગ બની જાય છે. એટલે શામળની વાતીઓની જેમ ખાધું પીધું અને રાજ કર્યું. એવો અન્ત જૈન કથાઓમાં ન જ હોઈ શકે. જૈન મુનિઓ શૃંગારનું વિસ્તારથી નિરૂપણ કરે, પણ એ શૃંગારનો ઉપભોગ પાત્રોને દોરી જાય તો શાંત રસ તરફ જ. નયસુંદરે આ રાસની શરૂઆતમાં જ એને વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે –
પ્રથમ શૃંગારરસ થાપિયો, છેડો શાંતરસે વ્યાપિયો. કથોપકથન, વર્ણન, પ્રસંગોની ગૂંથણી, સજીવ પાત્રનિરૂપણ, મનોવૈજ્ઞાનિક એવું માન પ્રક્રિયાઓનું નિરૂપણ. રસવૈવિધ્ય, ભાવોચિત ભાષા, અલંકારવૈવિધ્ય, છંદો અને દેશીઓનો રુચિર પ્રયોગ ઇત્યાદિ “રૂપચંદકુંવર રાસને મધ્યકાલીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં અતિ ઉચ્ચ સ્થાનનો અધિકારી બનાવે છે.
‘નળદમયંતી રાસ' ૧૬૦૦માં રચાયેલો છે. “નલાયનને આધારે એની રચના થઈ છે, પણ એ અનુવાદ નથી કે વિસ્તારથી આપેલો એનો સાર નથી. ભાલણની કાદંબરીની જેમ કવિએ મૂળ કથાનકનું ક્યાંક સંક્ષિપ્ત કર્યું છે, કેટલાક પ્રસંગો છોડી દીધા છે, તો પોતાની કલ્પનાથી કેટલાક પ્રસંગો ઉમેર્યા છે. એમણે ‘નલાયનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org