________________
૧દ0 મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કથા છે.
તેજસાર રાસઃ દીપપૂજાનું ફલ-માહાભ્ય દશવિવા રચાયેલી ૪૧૫ કડીની આ રચના છે. આરંભના ભાગમાં કવિ લખે છે :
જિણહર જિનવર આંગલિઈ, પૂરાં જિહો પઇવ.
તેજાર નૃપ તણી પરિ, સુખ ભોગઈ સદેવ. આ દશવેિ છે કે જિનપૂજાને કારણે સુખ પ્રાપ્ત કરતા તેજસાર નૃપની કથા અહીં કહેવાઈ છે.
આ ઉપરાંત કુશળલાભે જિનરક્ષિત-જિનપાલિત સંધિ', પૂજ્યવાહણગીત', “ગોડી પાર્શ્વનાથ સ્તવન', થંભન પાર્શ્વનાથ સ્તવન', ગોડી પાર્શ્વનાથ છંદ', ‘નવકારમંત્રનો છંદ', “ભવાની છંદ' વગેરે કૃતિઓ રચી છે. જોકે એ સૌમાં ગુરુપરંપરાનો નિર્દેશ મળતો નથી.
એકંદરે આ કવિનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘માધવાનલ ચોપાઈ અને “ઢોલા મારુ ચોપાઈ' એ બે પ્રકાશિત કૃતિઓ દ્વારા નોંધપાત્ર પ્રદાન ગણી શકાય. આ બન્ને કૃતિઓને આધારે તેઓ એક સારા વાર્તાકાર હોવાની છાપ પાડે છે. જ્યારે લઘુકૃતિઓમાં એક જૈન સાધુકવિ તરીકે જિનભક્તિ, જિનપ્રતિમા, દાન, શીલ. તપ, ભાવ આદિનો મહિમા પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. ઈ.સ.ના સત્તરમા શતકના ઉત્તરાર્ધમાં મધ્યકાલીન જેને ગુજરાતી સાહિત્યમાં કુશળલાભે એક નોંધપાત્ર સ્થાન અચૂકપણે પ્રાપ્ત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org