________________
૧૭ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પીતવણ દહાડો થયો છે, દેખે બહુ ઉત્પાત. સાયરને શોષે સહી જી, કરે પર્વત ચકચૂર, કે આકાશ ધંધોળતાજી, પૃથિવી ફાડે શૂર,
અગ્નિમાં પેસે સહીજી, સિંહ શું લેતા રે બાથ. નિરૂપ્યમાણ વિષયને યથાતથ રીતે આલેખતાં ઋષભદાસનાં આવાં વર્ણનો જીવન અને જગતનાં વિવિધ ક્ષેત્રો વિશેના તેમના બહોળા જ્ઞાનનો પરિચય આપે છે. કવિ પ્રેમાનંદની વનશૈલીનું સ્મરણ કરાવે તેવાં અનેક અન્ય વર્ણનો પણ મળે છે. કોઈ એકાદ વીગતના આલેખનના અનુષંગે કવિ તે-તે વિષયની તલસ્પર્શી જાણકારી પણ આપે છે. “ભરતેશ્વર બાહુબળી રાસ'માં વનાભ પુંડરિકનગરીનો રાજા છે. પોતાનાં પાતકોને યાદ કરતાં કરેલી જીવહિંસા વિશે વિચારે છે, ત્યારે કવિ જીવ, તૃસ, થાવર મેં હણ્યાં.' એમ શરૂ કરીને દરેક પશુ, પંખી, જીવજંતુઓની યાદી કવિ આપે છે. અલબત્ત, કવિ આવી નામ-યાદીઓ કે સ્થૂળ વિગતોનાં વર્ણનો આપીને જ અટકે છે એવું નથી, તેમાં કવિની વિદ્વત્તાની સાથે માનવમન વિશેની વ્યાપક ઉદાર સમાજ અને સંવેદનશીલતાનો પણ પરિચય મળે છે. દૃષ્ટાંત તરીકે ભરતનું સૈન્ય નાસભાગ કરે છે ત્યારે તે જોઈને ભરતને દુઃખ થાય છે, ત્યારે દુઃખી કોણ કોણ હોઈ શકે તે વિશે કવિ કહે છેઃ
વેશ્યા વિણ રૂપે દુઃખી, યોગી ધનસંચે, નિદ્રા નહિ નર રોગિયો, બહુ માંકણ મંચે, પુત્ર કુવ્યસની જેહનો તે દુખિયો બાપ, દુઃખ મોટું ભૂઇ સૂએ. ઘર માંહિ સાપ. તાની કંઠ વિના દુઃખી, પંડિત વિણ વાણી, વૈદ્ય દુઃખી તન રોગિયો ન લહે નિસાણી. સતી સ્ત્રીને એ દુઃખ ઘણું, નર મૂકી જાય,
રણમાં દળ ભાગે તદા, દુઃખ મોટું રાય.
બાહુબળ અને ભરતનું યુદ્ધ પૂરું થતાં બાહુબળ કોણ નમે અને કોણ ન નમે તે વિશે વિચાર છે?
ન નમે સોય નિર્ગુણી, નમે સોય ગુણવંત, ન નમે વૃક્ષ સૂકો, લીલો તરુ નમંત. ન નમે તે વાંકો વીંછી તણો અંકોરો, નમતો અહી મણિધર, જેહ ગુણે કરી પૂરો. ન નમે નવ હાલેં કૂપ તણાં જે પાણી
નમે ગિરૂઓ જલધર, પરઉપકાર જ જાણી. જનજીવનનો બહોળો અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોથી તેમનું કથયિતવ્ય ચોટદાર અને માર્મિક બન્યું છે. આવા તો અનેક દૃષ્ટાંતો તેમની કૃતિઓમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org