________________
૧૭૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ચંપકશ્રેષ્ઠિ ચોપાઈ' એમાંનાં કથાઘટકો માટે જાણીતી કૃતિઓ છે. એ કૃતિઓમાં પ્રચલિત અને અપ્રચલિત કથાઘટકોનું નિરૂપણ કવિએ કર્યું છે.
રસનિરૂપણની દૃષ્ટિએ કરણ અને વીરનું આલેખન કરવામાં કવિએ ઠીકઠીક સિદ્ધિ હાંસલ કરી છે. “સીતારામ ચોપાઈમાં શંબૂકના વધથી વ્યથિત તેની માતા. ચંદ્રનખાના આઝંદમાં વાત્સલ્યનો પુટ પામી ચૂંટાયેલો કરુણ વ્યક્ત થયો છે. મૃત. પુત્રને સાજ સજવા કે મીઠાં ભોજન આરોગવા કહેતી માતાનાં વચનોમાં નર્યો કરુણ જ નીતરે છે. પ્રાકૃતના પઉમચરિયની સીધી અસર અહીં વરતાય છે.
- વીરરસનું આલેખન કવિ સહજ રીતે કરે છે. “સીતારામ ચોપાઈ' જેવી રચનામાં રામ-રાવણ વચ્ચે થયેલા યુદ્ધના વર્ણનમાં વીરનું સ-રસ આલેખન છે, તે રસના આલેખન માટે કવિએ ‘સિંધુડો' રાગ પ્રયોજ્યો છે. “કડખા'ની દેશીમાં આલેખાયેલ “ચાર પ્રત્યેક બુદ્ધ રાસ'માંના ચંડપ્રદ્યોત અને દુમુહ વચ્ચેના યુદ્ધવર્ણનમાં શસ્ત્રોનો ટંકાર સંભળાતો હોય એવો અનુભવ વાચકને થાય છે.
સાધુસહજ સંયમની પાળથી બંધાયેલી એમની કલમ મર્યાદિત શૃંગાર જ નિરૂપે છે. હાસ્ય રસના આલેખનમાં કવિ ખીલી શક્યા નથી. “શાંબ-પ્રદ્યુમ્ન રાસ'માં સત્યભામાપ્રેરિત દાસી રુક્ષ્મણિના કેશ લેવા જાય છે ત્યારે તે દાસી જ કેશવિહીન થઈ જાય છે અને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે તેમાં હાસ્યની લકીર જોવા મળે છે.
સમયસુંદરની દીર્ઘ રચનાઓમાંથી કેટલીક નોંધનીય કૃતિઓનો અહીં ઉલ્લેખ કર્યો. હવે ગીતકાર સમયસુંદરને યાદ કરીએ. ગીતકાવ્યોની પરંપરા અતિ પ્રાચીન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ અનેક રાગ-રાગિણીઓ પર આધારિત ગેય કાવ્યો અને પ્રસંગાનુસારી ગીતોના અનેક પ્રકાર જોવા મળે છે. મધ્યકાળમાં જૈન સાધુ-કવિઓએ રચેલ ગીતો સામાન્યતઃ ભક્તિગીતો જ છે. વિવિધ સ્વરૂપે ભક્તિનો આવિષ્કાર જૈન કવિઓએ કર્યો છે. જૈન કવિ સમયસુંદર પણ સત્તરમા શતકના એક ઉત્તમ ગીતકાર હતા. સમયસુંદરની ગીતરચનાઓ સંખ્યાષ્ટિએ ઘણી છે. એટલું જ નહીં, ગુણવત્તાની દૃષ્ટિએ પણ કેટલીક તો અજોડ છે. એમનાં ગીતો ગુજરાત-રાજસ્થાનના જૈન સમાજમાં ખૂબ પ્રચાર પામ્યાં. રાજસ્થાનમાં તેમની ગીતરચનાઓના સંદર્ભમાં એક લોકોક્તિ પ્રચલિત છે; “સમયસુંદર રા ગીતડાં, કુંભે રાણે રા ભીંતરાં.' કુંભા રાણાએ કરાવેલ સ્થાપત્યો અદ્ભુત છે તેમ સમયસુંદરનાં ગીતો પણ ધ્યાનાકર્ષક છે.
સમયસુંદરની ગીતરચનાઓના આપણી સગવડ ખાતર સાતેક વિભાગ પાડીએ : (૧) પ્રાસંગિક ગીતરચનાઓ, (૨) તીર્થકરોની બાળલીલા વર્ણવતાં ગીતો, (૩) ગુરુગીત (૪) સ્તવન, સઝાય આદિ, (૫) ઉપદેશગીતો (૬) રૂપકગીતો, (૭) હિયાલીઓ.
પ્રાસંગિક ગીતરચનાઓમાં નેમિ-રાજિમતીને કેન્દ્રમાં રાખી ફાગુરચનાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org