________________
નયસુંદર
ચંદ્રકાંત મહેતા
સોળમી સદીના સમર્થ કવિ નયસુંદર એમની અનેક કૃતિઓમાં પોતાનો પરિચય આપે છે. એમના ગુરુઓની વંશાવલિ આપે છે. એ મુજબ એઓ ઉપાધ્યાય ભાનુમેરુના શિષ્ય હતા. અને એમણે પણ ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું હતું. એમનો જન્મ ૧૫૪૨માં થયો હતો. એમની પ્રથમ કૃતિ "યશોધરસૃપ ચોપાઈ એઓ વીશ વર્ષના હતા, ત્યારે રચી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર એમણે નવ વર્ષની વયે દીક્ષા લીધેલી. નયસુંદરે એમની અંતિમ કૃતિ “શીલ શિક્ષા રાસ' ઈ.સ.૧૬૧૩માં એટલે ૭૧ વર્ષની વયે રચી. આમ લગભગ અધ દાયકા સુધી એમણે સાહિત્યરચના કરી.
એમણે રચેલી ૧૦ કથાત્મક કૃતિઓ વિશે માહિતી મળે છે. એમાંથી ચાર કૃતિઓ હજી અપ્રગટ છે. એમની એ કૃતિઓમાંથી એમને યશ અપાવે એવી બે રચનાઓ ઉત્કૃષ્ટ છે – “રૂપચંદકુંવર રાસ' અને “નલદમયંતી રાસ' – જેમાંની ‘રૂપચંદકુંવર રાસ' એમની મૌલિક રચના છે, જ્યારે “નલદમયંતી રાસ' માણિક્યદેવસૂરિના મહાકાવ્ય “નલાયનને આધારે રચાઈ છે.
કવિને સોળમી સદીના એક અગ્રગણ્ય કવિ તરીકે પ્રતિષ્ઠિત કરનાર “રૂપચંદકુંવર રાસ’ ૧૫૮૧માં રચાયેલો છે. એ કાવ્ય શૃંગાર, હાસ્ય. કરુણ, ભયાનક એમ નવરસરુચિર છે. કવિ પોતે જ મંગળાચરણમાં એને “શ્રવણસુધારસ રાસ' કહે
કાવ્યમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ વિવિધ ભાષાઓમાં સુભાષિતો તથા સમસ્યાઓ આવે છે, જે કવિનું અનેક ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. કવિએ નાયિકાના મુખમાં કબીરનાં પદોમાંથી પણ પંક્તિઓ મૂકી છે. રૂપચંદકુંવર અને સૌભાગ્યસુંદરી વચ્ચેની સમસ્યાની જુગલબંધી આશ્ચર્યમુગ્ધ કરે એવી છે. એમાં એટલીબધી સમસ્યા આવે છે કે સમસ્યાનું અવલંબન લઈને એના ઘણા પ્રસંગોની રચના થઈ છે. રૂપચંદકુંવર સમસ્યા ઉકેલી શકે છે, તે માટે વિક્રમ એને જેલમાં પૂરે છે, માર મારે છે અને એનો ભેદ જાણવા વિક્રમ પોતાની દીકરી એને પરણાવે છે અને દીકરી ભેદ જાણી લાવે છે. આમ આ રાસાને સમસ્યારાસ નામ પણ આપી શકાય એટલી સમસ્યાબહુલતા છે. તે સમયના શ્રોતાઓને સમસ્યાઓ દ્વારા તથા અદ્ભુત રસના પ્રસંગો દ્વારા મનોરંજન પૂરું પડાતું.
આ કથામાં કવિની વૈવિધ્યપૂર્ણ વર્ણનશક્તિનો પણ આપણને મુગ્ધ કરે એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org