________________
નયસુંદર D ૧૬૩
કથાવસ્તુ પોતાની આગવી રીતે આલેખ્યું છે અને નલદમયંતી રાસ' એક સ્વતંત્ર રચના બની ગઈ છે.
અલંકારાશ્રિત વર્ણનો, નળદમયંતીની વિયોગાવસ્થાનાં ભાવપૂર્ણ ચિત્રણો, દૃષ્ટાંતની સહાયથી અપાયેલો બોધ અને વિવિધ ભાષાનાં સુભાષિતો આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે.
ધમપદેશના ઉદ્દેશથી લખાયેલાં હોવા છતાં, “રૂપચંદકુંવર રાસ તથા. નિલદમયતી રાસ' જેવાં કાવ્યોમાં સાંપ્રદાયિક સંકીર્ણતાને બદલે સર્વસંપ્રદાયના શ્રોતાઓને સમાન આનંદ આપવાની ક્ષમતા હોવાથી નયસુંદર માત્ર જૈન કવિ તરીકે નહીં પણ ગુજરાતી કવિ તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌરવાન્વિત બનાવનારા પ્રેમાનંદની કક્ષાના અગ્રગણ્ય કવિ તરીકે આપણી સમક્ષ આવે છે. - કવિનો ‘સુરસુંદરી રાસ પણ એક નોંધપાત્ર કૃતિ છે. એની રચના ૧૬૬૮માં થઈ છે. કથોપકથન રસવાહી છે અને કથાપ્રવાહને વિક્ષેપક એવા ધર્મોપદેશ, જ્ઞાનની વાતો, સમસ્યાબહુલતા ઇત્યાદિ ન હોવાને કારણે કાવ્યમાં આદ્યન્ત રસ જળવાઈ રહ્યો છે. એમાં આડકથાઓની ભરમાર પણ નથી. કવિએ આ રાસ નવકાર મહામંત્રનો મહિમા ગાવા માટે રચ્યો છે. એ મંત્રને પ્રતાપે કાવ્યની નાયિકા કષ્ટોમાંથી મુક્ત થઈ અને એના શિયળનું રક્ષણ કરી શકી.
કાવ્યની નાયિકા સુરસુંદરી અને નાયક અમર પાઠશાળામાં સહાધ્યાયી છે. થાકથી ઊંઘી ગયેલી સુરસુંદરીની ઓઢણીની ગાંઠ છોડી સાત કોડી અમર કાઢી લે છે અને એમાંથી સુખડી લઈ બાળકોને વહેંચે છે. રાજસભામાં અમર તથા સુરસુંદરીનું સમસ્યાદ્ધદ્ધ ચાલે છે. પરિણામે બન્નેનાં લગ્ન થાય છે. નળદમયંતીની કથાની જેમ સુરસુંદરીનો અમર ત્યાગ કરે છે એ સમયે કવિએ જે સુરસુંદરીનો વિલાપ દર્શાવ્યો છે, એથી તે આપણા મધ્યકાલીન સાહિત્યનું એક ઉત્કૃષ્ટ વિલાપકાવ્ય બને છે. સુરસુંદરી હાથીના મોંમાં પડે છે, ને બચે છે એ સમયે જેન ધર્મનો કર્મવિપાક સિદ્ધાંત કવિએ ઔચિત્ય જાળવીને અસરકારક રીતે આલેખ્યો છે. સુરસુંદરી ગણિકાના હાથમાં પડે છે, ત્યારે સુરસુંદરીના વિલાપની કેટલીક પંક્તિઓ ખૂબ મર્મવેધક છે. જેમકે :
જનની ગરભ ન કાં ગલિયો, કાં દીધો અવતાર રે, કાં નવિ તૂટે પાલણું, નવી સરિયા છાર રે.
વસુધા વિવર ન કો દિયે. નવિ તૂટે આકાશ રે. મધ્યકાલીન કથાઓમાં આવે છે, તેમ નાયકનાયિકા પરણે, છૂટાં પડે, અને અન્તમાં પાછાં ભેગાં થાય એ ક્રમ અહીં જળવાયો છે. રાસા કાવ્યોની કથામાં નાયકનાયિકાના મિલન પછી, કોઈ મુનિ આવી એમને એમના પૂર્વજન્મોની કથા. કહી એમનામાં વૈરાગ્યભાવના પ્રેરે, એ અને બીજા સ્વજનો દીક્ષા લઈને સંયમ જીવન વ્યતીત કરે એ ક્રમ અહીં જળવાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org