________________
કવિ સમયસુંદર
=
=
=
=
=
=
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
=
=
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વસંત દવે
ગુજરાત-રાજસ્થાનના જૈન ભંડારોમાંથી પ્રાપ્ત થતી જૈન અને જૈનેતર રચનાઓની વિપુલ હસ્તપ્રતસામગ્રીએ ગુજરાતી ભાષાના ક્રમિક વિકાસની અને તેના સર્જકોની ભાળ મેળવવામાં મદદ કરી છે.
ઈ.સ.ની ૧૧–૧૨ સદીથી આરંભી ઈ.સ.ની ૧૯મી સદીના પૂવધી દરમિયાન રચાયેલા જૈન સાહિત્યનો આત્મા અને દેહ – વિષયવસ્તુ, સ્વરૂપ અને શૈલી – એ સમયના જૈનેતર ગુજરાતી સાહિત્ય કરતાં ભિન્ન પ્રકારનાં છે. મોટે ભાગે જૈન સાધુકવિઓની કલમે આલેખાયેલ સાહિત્યમાં જૈન ધર્મના સિદ્ધાંતોનું કોઈ ને કોઈ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જોકે સમગ્ર પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની આગળ તરી આવતી એક વિશિષ્ટતા તેના કેન્દ્રમાં રહેલો ધર્મ છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જકો પદ્યના માધ્યમ દ્વારા પોતાની રચનાઓ આપે છે. પદ્યદેહે વિચરતી જૈન કવિઓની રચનાઓમાં રાસ-રાસા, ફાગુ, પ્રબંધો, કથા કે પદ્યવાર્તા, ચરિત, વિવાહલુ, સજઝાય, બારમાસા, કક્કા, ચચરી, સ્તવનો જેવાં સાહિત્યસ્વરૂપોનો સમાવેશ થાય છે. આ સાહિત્યસ્વરૂપોના ઉદ્દભવ અને વિકાસમાં જૈન સાહિત્યકારોનો ફાળો સૌથી વિશેષ છે એમ કહીશ તો અતિશયોક્તિ નહીં ગણાય.
૧૯૩૩-૩૪ના વર્ષની ગુજરાત સાહિત્યસભાની કાર્યવાહીમાં મુનિશ્રી જિનવિજયજીએ નોંધ્યું છે કે બીજા કોઈ દેશમાં નહીં થયેલા એટલાબધા જૈન વિદ્વાનો ગૂર્જરભૂમિમાં થયા છે, અને એમણે ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોમાં રહીને હજારો ગ્રંથોની રચના કરી છે. તેમાં કેટલાક ગ્રંથો એવા પણ છે કે જેમાંથી પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ગુજરાતની સમુચ્ચયસંસ્કૃતિ માટે અનેક ઉપયોગી બાબતો મળી આવે.
સમયસુંદર આ પરંપરાના એક સમર્થ જૈન કવિ છે. એમણે ૧૯ જેટલી નાની-મોટી રાસકૃતિઓ – જેને રાસ, ચોપાઈ, પ્રબંધ વગેરે નામે ઓળખવામાં આવી છે – લખી છે. આ જ કવિની ૫૦૦ કરતાં વધુ ગીતરચનાઓ મળી છે. હજુ પણ વધુ મળવા સંભવ છે. સમયસુંદરે ૫૦ ઉપરાંત નાની-મોટી સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ પણ કરી છે. કવિની રચનાઓ મોટે ભાગે અન્ય જૈન કવિઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org