________________
હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૧
કડીમાં પ્રારંભે સરસ્વતી સ્મરણ બાદ “વસ્તુપાલ પ્રબંધ' રચવાની મનીષા પ્રગટ કરીને કવિજનની મહત્તા પ્રગટાવતાં કેટલાંક સરસ દૃષ્ટાંતો પ્રસ્તુત કર્યા છે. એમાંનું એક જોઈએ ?
મહુયર દુદર કમલવણ સરવર માંહિ વસંતિ.
મહુયર માણઈ કમલરસ, દુદર કદમ ખંતિ. ૧૦ (ભ્રમર કમલવનમાં અને દાદુર દડકો) સરોવરમાં વસે છે. પરંતુ ભ્રમર કમલરસ માણે છે, જ્યારે દાદુર કાદવનું ભક્ષણ કરે છે.).
પંદરથી પચ્ચીશમી કડી સુધીમાં વસ્તુપાલનો જન્મપ્રસંગ આલેખી એનાં કુળ, જન્મભૂમિ. માતાપિતા, પત્ની, પુત્રાદિના ઉલ્લેખ સાથે અનુબંધુ તેજપાલનો પરિચય પણ પ્રસ્તુત કરેલ છે.
છવીસથી છત્રીસ કડીમાં બીજા અધિકારની કથા છે. અહીં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યો આલેખ્યાં છે. એણે પOO૦ જૈન વિહારો, ૯૦૦ પૌષધશાળા, ૭૦૦ લેખશાળા. સવા લાખ જિનબિંબો, ૨૦૦ મોટાં તળાવો બંધાવેલાં, ૫૦૦ વેદપાઠી બ્રાહ્મણો સહિત. ૧000 કવિઓને વષસન બાંધી આપેલું અને મુસલમાનોને ૬૪ મસ્જિદો બંધાવી આપેલી. આવું સર્વધર્મ પ્રત્યે સમભાવ અને વ્યાપકરૂપની માનવતાવાદી દૃષ્ટિબિંદુવાળું વસ્તુપાળનું વ્યક્તિત્વ અહીંથી પ્રગટે છે.
ત્રીજા અધિકારમાં સડત્રીશમી કડી પછી ચારણી સાહિત્યમાં જેને વચનિકા તરીકે ઓળખાવવામાં આવે છે એવું બોલી છાંટવાળું પ્રાસ ગદ્ય છે. એમાં વસ્તુપાળને મળેલાં બત્રીશ બિરદો રજૂ કર્યો છે એમ ઉલ્લેખ છે. પરંતુ બિરુદોની સંખ્યા એકત્રીશ મળે છે. એકાદ બિરુદ લહિયાથી લખવાનું ચૂકી જવાયું હશે.
ચોથા અધિકારમાં આડત્રીશથી એકતાલીશ ક્રમની કડીમાં શત્રુંજય પર્વતનું માહાલ્ય આલેખ્યું છે, પછી વચનિકામાં તે કાળે પ્રચલિત હશે એવા ભારતના અને વિદેશોના ભિન્ન-ભિન્ન પ્રાંતની યાદી આપીને તે-તે પ્રદેશના શ્રાવકોનો સંઘ લઈને વસ્તુપાળ શત્રુંજય યાત્રાએ નીકળ્યા એટલી હકીકત નિરૂપાઈ છે.
બેંતાળીસથી તોંતેર ક્રમની કડીઓ સુધી પાંચમા અધિકારનું કથાનક છે. આ ભાગમાં જુદા જુદા પ્રદેશની નારીઓના મુખે મંત્રીશ્વર વસ્તુપાળની યશગાથા વર્ણવી છે. ગુજરાત, મરુધરા, માલવ તથા સિંધની અને મુસ્લિમ યુવતીઓની લંગોક્તિથી વસ્તુપાળનું ગુણવાન વ્યક્તિત્વ આલેખાયેલ છે. પ્રદેશભેદે. બોલીભેદે પાત્રભેદ જણાઈ આવે એવી સમુચિત યોજનાથી આલેખાયેલો આ ભાગ હીરાણંદની સર્જક પ્રતિભાનો પરિચય કરાવે છે અને સવિશેષ આસ્વાદ્ય બને છે.
ચુમોતેરથી અઠાણુ ક્રમની કડીના છઠા અંતિમ અધિકારમાં શત્રુંજય યાત્રાસંઘનું વર્ણન છે. સંઘની શોભા, સંઘમાં મનોરંજન અને શિક્ષણ માટે જોડાયેલા કવિજનો, ગુણીજનો અને કલાકારોનું વિવરણ આ અધિકારમાં છે. અંતે કવિએ
પોતાની ગુરુપરંપરા અને કૃતિ રસમય નિર્દેશેલ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org