________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૨૫
સાધુકવિની રચના હોવાની એમાં બીજી કોઈ નિશાની નથી. આ બધામાંથી જયવંતસૂરિની શુદ્ધ કાવ્યદ્રષ્ટિ નીતરી આવે છે. જયવંત સૂરિની શુદ્ધ કાવ્યદૃષ્ટિના સંદર્ભે એમની કૃતિઓનાં મંગલાચરણો અને ફલશ્રુતિઓની નોંધ લેવા જેવી છે. એકમાત્ર “ઋષિદત્તા રાસમાં મંગલાચરણમાં સરસ્વતીની સાથે આદિજિનેશ્વરને કે પંચપરમેષ્ઠીને વંદના છે, જોકે ત્યાંયે સરસ્વતીને વિસ્તારથી વંદના કરી છે. શૃંગારમંજરી'માં સરસ્વતી સાથે ગુરુને વંદના છે. અન્ય કૃતિમાંથી બેમાં કશું મંગલાચરણ નથી. બાકીની સર્વ કૃતિઓમાં મંગલાચરણમાં કેવળ સરસ્વતીનું સ્મરણ-વંદન છે, “બાર ભાવના સઝાય' જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં પણ. આમ, હંમેશાં સરસ્વતી વંદના – ઘણી વાર તો કેવળ સરસ્વતીને વંદના એ જયવંતસૂરિની શુદ્ધ ઉત્કટ વિદ્યાપ્રીતિનો સંકેત કરે છે.
કૃતિ ભણવાનુણવાનું – એનું પઠનઅધ્યયન કરવાનું ને એને સાંભળવાનું ફળ તે ફલશ્રુતિ. કેટલીક કૃતિઓમાં આવી સ્પષ્ટ ફલશ્રુતિ છે જ નહીં. જેમકે શૃંગારમંજરી'માં કથાસમાપનમાં શીલપ્રતાપ વર્ણવ્યો છે ને શીલપાલનનાં ફળ બતાવ્યાં છે – સર્વ વિઘ્નો ટળે, મનવાંછિત સુખ મળે, જયલક્ષ્મી વરે વગેરે. પણ કૃતિના પઠન-શ્રવણનું કોઈ ફળ બતાવ્યું નથી. કેમરાજુલ બારમાસ વેલ પ્રબંધ'માં રસાળ જિનગુણ સાંભળતાં આહલાદ, અનંતી ઋદ્ધિ અને મંગલમાલાની પ્રાપ્તિ થાય એવી ફલશ્રુતિ છે. “ઋષિદત્તા રાસ'માં જન્મ પવિત્ર થાય અને સર્વ આશાઓ ફળે એવી ફલશ્રુતિ છે. તો “બાર ભાવના સઝાય” જેવી સાંપ્રદાયિક ધર્મબોધની કૃતિમાં અને “સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ'માં સુખસંપદની પ્રાપ્તિની જ ફલશ્રુતિ કહેવામાં આવી છે તથા “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગમાં સ્વજનમિલનના સુખનું ફળ બતાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે જયવંતસૂરિએ કૃતિના શ્રવણપઠન સાથે ધાર્મિક-આધ્યાત્મિક ફળને જોડવાનું ખાસ ઇચ્છવું નથી. એમની ફલશ્રુતિઓ. વ્યાપક બિનસાંપ્રદાયિક-બિનધાર્મિક સ્વરૂપની છે. ક્યાંક સાંસારિક કહેવાય એવી પણ છે. આને જયવંતસૂરિના મનમાં કાવ્યનો રસભોગ જ કાવ્યનું શિરમોર પ્રયોજન હોવાનો સંકેત લેખી શકાય.
આ રીતે, જયવંતસૂરિની રચનાઓમાં એમના સાધુત્વ કરતાં એમનું કવિત્વ વધુ નિખરી રહે છે અને કાવ્યરસભોગીઓને માટે તો એ કવિ જ બની રહે એવી એમની રસદૃષ્ટિ – કલાદ્રષ્ટિ છે. શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ
જયવંતસૂરિ પંડિત કવિ છે, શાસ્ત્રજ્ઞ, લોકવ્યવહારજ્ઞ અને રસજ્ઞ કવિ છે, એટલેકે જેમણે લોક, શાસ્ત્ર અને કાવ્યનું અવેક્ષણ કર્યું હોય એવા કવિ છે. કાવ્યપ્રકાશની ટીકાઓ ભેગી કરવામાં કાવ્યશાસ્ત્રની, દશ સ્મરદશા – વિરહદશાની ગણનામાં કામશાસ્ત્ર - રસશાસ્ત્રની, વિવિધ શકુનોનાં ફલ નોંધવામાં શકુન શાસ્ત્રની, દ્વિવ્યસ્તજાતિ, સર્વતોભદ્રજાતિ, વર્ધમાનાક્ષરજાતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org