________________
૧૨૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
નાયિકાઓ જ છાઈ રહે છે. એ જ વિશેષ ક્રિયાશીલ છે અને એમનો જ વિજય વર્ણવાયો છે. નાયકો તો સાધનરૂપ જ હોય એવું લાગે છે.
બન્ને નાયિકાઓનાં વ્યક્તિત્વ વિભિન્ન છે એ હકીકત નજરે ચડ્યા વિના રહે તેવી નથી. શીલવતીમાં વિશિષ્ટ જ્ઞાનની શક્તિ છે – એ પશુપંખીની બોલી સમજે છે, સંસારડહાપણ છે – રાજાના સવાલના જવાબ એ પોતાના પતિને આપે છે, બુદ્ધિ-ચાતુર્ય છે - રાજાએ એના શીલની પરીક્ષા કરવા મોકલેલા પ્રધાનોને એ યુક્તિપૂર્વક ભોંયરામાં પૂરી દે છે. ઋષિદરા કોમળ હૃદયની છે – લોહીમાંસની ગંધ પણ એ સહન કરી શકતી નથી, ખુલ્લી પાળી જોઈને પણ એને ડર લાગે છે, સરલ અને રાંક સ્વભાવની છે – પોતે નિર્દોષ છતાં આવી પડેલી શિક્ષા, વિનાવિરોધે. કોઈના પ્રત્યે ફરિયાદ વિના, પૂર્વજન્મના કર્મના પરિણામ તરીકે સ્વીકારી લે છે, ઉદાર મનની છે – પોતાને માથે દુઃખનાં ઝાડ ઉગાડનાર રુખિમણિને એ પતિના ક્રોધમાંથી બચાવે છે, માફી અપાવે છે અને પતિ પાસે એનો સ્વીકાર કરાવડાવે છે, એનામાં ડહાપણભરી સમજણ અને સમજાવટ છે – કનકરથને એ બે વાર આત્મહત્યા વહોરતો બચાવે છે. ગાઢ વનપ્રીતિ છે – પતિ સાથે જતી વેળાએ એ વૃક્ષવેલીરોપ, પોપટહસમૃગલીમૃગબાલક તથા વનદેવતાની ભાવભરી વિદાય માગે છે. અને દિવ્ય પવિત્રતા છે – એની સામે દેખીતા પુરાવા હોવા છતાં કનકરથ એને દોષિત માની શકતો નથી, મુનિવેશે પણ એ કનકરથને પ્રભાવિત કરે છે, એને મારી નાખવાની સુલસાની હિંમત ચાલતી નથી. અન્ય પાત્રો : વિશિષ્ટ વ્યક્તિત્વ અને સાક્ષાત્કારક નિરૂપણ
બન્ને કૃતિઓની નાયિકાઓની જેમ એના નાયકો પણ વિભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. અજિતસેન શીલવતી પર સહસા શંકા લાવે છે, ત્યારે કનકરથને ઋષિદત્તાની નિર્દોષતાની પ્રતીતિમાંથી કશું ચળાવી શકતું નથી. અજિતસેનને શીલવતીની નિર્દોષતા જાણવા મળે છે ત્યારે ખૂબ લજ્જા પામે છે, પણ જેની સાથે ગાઢ સ્નેહ હોય તેની સાથે એક વાર તો કલહ કરી એની પરીક્ષા કરવી જોઈએ, અજ્ઞાનપણે જે કર્યું તે દોષ ન કહેવાય એવા બચાવો કરે છે. કનકરથ ઋષિદત્તા પર આળ આવે છે ને એને કાઢી મૂકવાની થાય છે ત્યારે પોતે એને બચાવી શકતો નથી એનું ભારે દુઃખ અનુભવે છે અને એના વિયોગના વિચારમાત્રથી આત્મહત્યા કરવા તૈયાર થાય છે તથા રુખિમણિ પાસેથી ખરી હકીકત જાણવા મળે છે ત્યારે ફરીને ઊંડો શોક અનુભવે છે અને બળી મરવા તૈયાર થાય છે. કનકરથનો પ્રેમ ઘણો ઊંડો અને સાચો હોવાનું પ્રતીત થાય છે.
‘ઋષિદત્તા રાસ'નાં અન્ય પાત્રો પણ પોતાનું કંઈક વિશિષ્ટ વ્યક્તિત્વ લઈને આવે છે અને એનું સાક્ષાત્કારક નિરૂપણ પણ થયું છે. “શૃંગારમંજરી'માં અન્ય પાત્રો કથાઘટના માટેનાં સોગઠાં હોય એમ જ જણાય છે. એકંદરે એમ લાગે છે કે “શૃંગારમંજરી'માં પાત્રાલેખન તરફ કવિનું લક્ષ જ નથી, ‘ઋષિદના રાસમાં એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org