________________
૧૩૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
જુઓ :
કોયલડી કુહુ કુહુ કરી કોઈલિ ડીલિ લગાઈ મદમસ્ત માનિની પરિહરી, કોઈ લડી ઈણિ સમાઈ જાઈ? ૬૧ મેહકી આ રતિ આરતિ આવઈ મોરડી રે, આ રતિસેજઈ આરતિ ઝૂરઈ ગોરડી રે. ૮ ખિનિ ખિનિ તુની આરતિ બપીહા દેતુ હાં રે,
પાવસિ વિરહિ પ્રાણ કિ દૈઆ લેતુ હરડે રે. ૯ (બારમાસ) શબ્દાલંકારોની આ અતિશયતા અને સહજ સિદ્ધિ અપાર ભાષાશબ્દસંપત્તિ વિના શક્ય નથી. જયવંતસૂરિની ભાષાસંપત આપણને પ્રભાવિત કર્યા વિના રહેતી નથી.
કવિએ ચરણસાંકળીની શોભા ઊભી કરેલી છે એની પણ અહીં જ નોંધ લઈએ. ચંદ્રાવળાની તો એ સ્વરૂપગત વિશેષતા જ છે એટલે “સીમંધર ચંદ્રાઉલામાં તો એ સર્વત્ર હોય. પણ આ સિવાય નેમિનાથ રાજિમતી બારમાસના ઉત્તરાર્ધમાં કવિએ બધે જ ચરણસાંકળી યોજી છે. પૂર્વાર્ધના બાર માસના વર્ણનમાં વિશિષ્ટ રીતે ચરણસાંકળી સાંધી છે. દેશનું પહેલું ચરણ ને ત્રુટકનું પહેલું ચરણ સમાન હોય છે. જેમકે,
| દેશી
પેસિ સોસ જ અતિઘણ૩, પીઉ વિણ કિસ્યુ રે રંગરોલ રે ? ભોજન તુ ભાવઈ નહી, કેસર કુસુમ તંબોલ રે. ૪૩
ત્રુટક અતિઘણઉ સોસ જપોષ માસિઈ, પ્રીતિ સાલઈ પાછિલી,
વલવલઇ બાલા વિરહ-જાલા, નીર વિણ જિમ માછિલી. ૪૪ પદ્ય, ગાન અને રાગનો રસ
ચરણસાંકળી એ એક રીતે પદ્યબંધનો ભાગ બને છે. પદ્યબંધકૌશલ મધ્યકાલીન કવિઓને સહજ હતું અને વિવિધ પદ્યબંધોની હથોટી ઘણા કવિઓ બતાવે છે. જયવંતસૂરિએ દુધ, યમકસાંકળીવાળા દુહા (જે બન્ને “ફાગ” કે “ચાલ તરીકે ઘણી વાર ઓળખાવાય છે), તોટક, “કાવ્યને નામે ઝૂલણાના ઉત્તરાર્ધની ૧૭ માત્રાનો બનેલો ચંદ્ર છંદ, હરિગીત, સવૈયા, સોરઠા, ઉધોર, ચોપાઈ તથા અનેક દેશીઓ-ઢાળોનો ઉપયોગ કર્યો છે અને ચંદ્રાવળા જેવો કાવ્યબંધ પણ પ્રયોજ્યો છે. એમના પદ્યબંધના સવિશેષ કૌશલનો ખ્યાલ એ પરથી આવશે કે ઋષિદા રાસમાં ૩૭ જેટલી દેશીઓનાં નામ મળે છે તેમાં ભાગ્યે જ કોઈ પુનરાવર્તિત થાય છે. કેટલીક આકર્ષક પદ્યછટાઓ પણ જોવા મળે છે. નીચેની અઢીઆની દેશી (ઋષિદરા રાસ, ઢાળ ૩) એનાં અઢી ચરણ ને ત્રણ પ્રાસસ્થાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org