________________
૧૩૬ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કવિપરંપરાનું પ્રશિષ્ટ ઉપમાન છે, પણ પાણીના પરપોટા તથા તરણા ઉપરની ધૂળનાં ઉપમાનો રોજિંદા અનુભવની નીપજ છે.
પ્રશિષ્ટ વિદગ્ધ અલંકારરચનાની નિપુણતા ધરાવનાર આ કવિ પાસેથી તળપદા જીવનમાંથી આવેલા સરળ, સોંસરાપણાના ગુણવાળા, સદ્યોગમ્ય, તાજગીભર્યા અલંકારો પણ વારંવાર મળે છે એ ઘણું હઘ લાગે છે ઃ
નિતંબથલી પહુલી જિમ થાલી. (નૈમિજિન સ્તવન, ૧૯) સગપણ હુઇ તુ ઢાંકીઇ રે પ્રીતિ ન ઢાંકી જાયો, વિાણિઉ છાજિ ન છાહીઇ રે, હિર ન દોરી બંધાયો.
જિમ કૂયાની છાંહ, અમૂઝી માંહિ રહઇ રે. ૧૭ પીઇ તજી જિમ આસોઇ કિ, પીછ જિમ મોડઇ રે. ૨૪ સજ્જન ખોટારા તેહવા, જેહવા કાતી-મેહ. ૩૪
(સીમંધર ચંદ્રાઉલા,૨૨)
વાહલા ! તુમ વિણ તિમ થઈ, જિમ પાકું પાન-પલાસ. ૪૦ જે ધુ૨ ક૨ે ધુરીઆઇ ન છંડઇ, જિમ હરધ તુરાઇ. ૮૯
(મોટા તો એ કે જે મૂળમાંથી મોટાઈ ન છોડે, જેમ હળદર પોતાનું તુરાપણું ન
છોડે.)
રીંગણિથી રાયણિ ગુણિગમતી, તે તુ અવિહડ ગોરી. ૧૨૦
(તે એટલે મુક્તિ૨મણીને અવિભંગ કદી સ્નેહભંગ ન કરે તેવી કહી બીજી રમણીઓથી એની વિશેષતા રીંગણી-રાયણના દૃષ્ટાંતથી બતાવી છે.)
(નેમિનાથ-રામિતી બારમાસ)
વીવાહ વીતઇ માંડવિ તિમ હું સૂની કંત. ૨૦
(સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ) વિશાળ સૃષ્ટિજ્ઞાન અને મૌલિક કલ્પનાબળ ધરાવતા આ કવિએ પરંપરાગત અલંકારરચનાઓ ટાળી નથી. ‘ઋષિદત્તા રાસ'માં તો બહુધા પરંપરાગત અલંકારો પાસેથી જ કામ લીધું છે. પરંપરાગત અલંકારચિત્ર પણ અનુરૂપતાથી અને રસસૂઝથી યોજાયેલ હોય ત્યારે મો૨મ જ બની રહે છે. ઉદાહરણ તરીકે, ઋષિદત્તાના વર્ણન (૪.૧૯–૨૯)માં પરંપરાગત અલંકારો જ જોવા મળે છે – વેણી તે ભુજંગ, આઠમના ચંદ્ર જેવું ભાલ, લોચન વર્ડ મૃગને જીત્યાં, નાસિકા દીપશિખા સમી, આંગળી પરવાળા જેવી, ઉરુ કેળના થંભ જેવાં વગેરે. પણ એ અલંકારોમાં ઉપમા, રૂપક, વ્યતિરેક, ઉત્પ્રેક્ષા વગેરે જુદાજુદા પ્રકારો જોવા મળે છે, અલંકારો કેટલીક વાર વ્યંજિત રૂપે મુકાયા છે ને વર્ણનમાં કેટલીક નિરલંકાર સૌન્દર્યરેખાઓ છે, જે બધું મળીને ઋષિદત્તાનું એક હૃદયહારી પ્રભાવક ચિત્ર સર્જે છે.
અલંકારનું બળ કવિને ઠેરઠેર કામિયાબ નીવડ્યું છે વર્ણનોમાં મનોભાવનિરૂપણોમાં, સુભાષિતોમાં, બોધવચનોમાં. સુભાષિતો તો દૃષ્ટાંતોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org