________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ! ૧૩૭
ઉભરાય છે ને બોધવચનોમાં પણ કેટલીક વાર સમુચિત દૃષ્ટાંતનું સામર્થ્ય ઉમેરાયું છે. જયવંતસૂરિની અલંકારસજ્જતા અસાધારણ ભાસે છે. શબ્દાલંકારની શોભા
જયવંતસૂરિને સર્વ પ્રકારનાં કવિ કૌશલ માટે આકર્ષણ છે અને એમને એના પર પ્રભુત્વ પણ છે. એટલે એમણે શબ્દાલંકારની શોભાનો ઘણી વાર આશ્રય લીધો છે. વર્ણાનુપ્રાસ મધ્યકાલીન કવિતાને સહજ છે એમ જયવંતસૂરિને પણ છે. એના દાખલા તો જોઈએ તેટલા આપી શકાય. નવાઈભર્યું એ લાગે છે કે એમણે કડીઓ સુધી એક વર્ણના અનુપ્રાસને લંબાવવાના સ્થૂળ ચાતુર્યમાં પણ રસ લીધો છે (શૃંગારમંજરી,૧૫૬૧-૬૬). અલબત્ત, આવું ક્વચિત જ થયું છે અને એમાં કોઈકોઈ શબ્દ અન્ય વર્ણથી આરંભાતા આવવા દઈને આ રીતિને એમણે બાલિશ થઈ જતી બચાવી છે. લંબાયેલો વણનુપ્રાસ સ્વાભાવાદિતાથી સિદ્ધ થયાના પણ દાખલા મળે છે. આ પૂર્વે આપણે નોંધેલા નારી સૌન્દર્યના પરોક્ષ વર્ણનના ખંડમાં કઈ કલકંઠી કોમલ કંઠિઇ કાંઇ કામણ કીધું' એ પંક્તિમાં (બારમાસ) દીર્ઘ વણનિએસ કેવી સ્વાભાવિકતાથી આવી ગયો છે !
અંત્યાનુપ્રાસ એ તો મધ્યકાલીન કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. પણ જયવંતસૂરિ એમાં સવિશેષ કૌશલ બતાવે છે. પંક્તિઓ સુધી એક જ પ્રાસ એ યોજે છે – “કાલી’ ‘અણિયાલી' એમ “આલી'નો પ્રાસ એમણે ૨૯ ચરણ સુધી ચલાવ્યો છે ! (નેમિજિન સ્તવન, ૧૭–૨૧); પ્રાસસાંકળી રચે છે ને પંક્તિ-અંતર્ગત ત્રણચાર પ્રાસશબ્દો પણ દાખલ કરે છે –
* નિતંબથલી પહુલી જિમ થાલી, કાલી તનુરોમાલી. (૧૯) * મનિ હરખિ નેમિરૂપ નિહાલી, વાલી વાલી બાલી. (૨૧).
આ વર્ણનમાં ‘આલી’ના અંત્યાનુપ્રાસ ઉપરાંત “આંખડલી’ ‘બાહબલી’ મેહલી’ ‘અંગુલી’ પહુલી' જેવા “લીકારાન્ત અને “કાજલ” “કોયલ’ ‘કુંભસ્થલ’ મયગલ' “મદભીંભલ' જેવા લડકાન્ત શબ્દોનું પ્રાચુર્ય આપણા કાનને ભરી દેતો રણકાર ઊભો કરે છે.
યમકરચનામાં પણ જયવંતસૂરિએ ઘણો રસ લીધો છે. ‘તાપણું સીસું તિમ ઉસીસું' જેવી સાહજિક યમકરચનાઓ એમને હાથે થઈ છે તે ઉપરાંત ઉપરાઉપરી મકરચના એમણે કરી છે –
ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઈ, પ્રિઉડા વિના ગોરી ઓ રાઈ, ઝૂરતાં જાઈ દિનરાતડી, આંખિ હૂઈ ઉજાગરઈ રાતડી.
(સ્થૂલિભદ્રકોશા ફાગ,૯) ફાગ'ના પદ્યબંધમાં એમણે યમકસાંકળીની ગૂંથણી કરી છે, જે એક વ્યાપક રૂઢિ હતી) અને પાંચ પાંચ શબ્દો સુધી વિસ્તરતી ચમકયોજના પણ એમણે કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org