________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ ૧૫૧
આગલિ કાણાલિ વાગઈ, લોક તસુ કેડઈ લાગઇ,
દુખડું જાગઇ. ૧૭.૧૨ સતીનઈ સંતાપી ગાઢી, સેરીસેરી અતિ ડી.
બાહિરિ કાઢી. ૧૭.૧૩ સુલસા યોગિનીના કપટના પરિણામે નગરમાં થયેલા ઉત્પાતનું ચિત્ર અદ્ભુત, રૌદ્ર, ભયાનક અને કરુણનું વાતાવરણ ઊભું કરે છે
રથમઈનપુરિ કીઆ રે દંદોલા, સેરીસેરી કરેકના ટોલા, મંદિરિમંદિરિ કીંની મારી, વિલપતિ સબ જન ઠાહારોઠારી. ૧૨.૩ જનસૂકી ભઈ નીઝરણી, શોકાનલકી ભઈ તન-અરણી, હાહાકાર કરતિ સબ લોક, સબ જન વ્યાકુલ ભએ સશોકા. ૧૨.૪ દહનકું પાવતિ નહીં અવકાશા, કુણપથી ગંધિ પૂરી સબ આકાશા,
બાલક વૃદ્ધ યુવજન માય હસતાં સ્ત્રીજન કો ન ઊગાય. ૧૨.૫ જયવંતસૂરિનાં આ રસચિત્રણો સ્વચ્છ, સુરેખ, અલંકારોના ઠઠારા ને રંગભભક વિનાનાં, પણ એની વીગતપસંદગીથી ને વાદ્મયોગોથી ધારી અસર નિપજાવનારાં છે. કવિનું એ રસકૌશલ લક્ષ બહાર રહેવું ન ઘટે. સુભાષિતોના રસિયા કવિનું સુભાષિતકૌશલ
જયવંતસૂરિ સુભાષિતોના ભારે રસિયા છે. “શૃંગારમંજરી'ને સુભાષિતમંજરી બનાવી દીધી છે એ એનું જ્વલંત ઉદાહરણ છે. પણ કવિ માત્ર સુભાષિતોના રસિયા નથી, એમાં એમની ભારે પ્રવીણતા પણ છે. એમની કૃતિમાં સુભાષિતો કેવળ બોધાત્મક લટકણિયાં તરીકે નથી આવતાં, એ કૃતિનો જડ નિષ્ક્રિય અંશ નથી હોતો. કાર્યશીલ અંશ હોય છે. એ પ્રસંગમાંથી ફૂટે છે, પાત્રોના મનોભાવ સાથે સંકળાય છે (ઘણી વાર તો પાત્રોદ્ગારો રૂપે આવે છે), જગતના વિશાળ અનુભવના નિચોડરૂપ ને આપણને ચોટ લગાવે. ચમત્કૃત કરે કે આપણા માટે ભાથું બનીને રહે એવા જાતભાતના, અવનવીન વિચારોનું એ નજરાણું હોય છે તથા સૂત્રાત્મકતા, વાણીની વક્રતા ને વેધકતા તેમજ સરલસહજ છતાં આબાદ રીતે વિચારસમર્થક સાદૃશ્યો ને દૃષ્ટાંતો વડે પ્રભાવક બનેલાં હોય છે. “શૃંગારમંજરી'માં સ્નેહને કેન્દ્રમાં રાખીને કવિએ કેટલાબધા વિષયો આવરી લીધા છે ! – પ્રીતિલક્ષણ, અનુરૂપ
સ્ત્રીપુરુષયુગલ, સંયોગપ્રેમ, વિરપ્રેમ, પ્રીતિભંગ, પ્રીતિને ખાતર પીડા સહન, મૈત્રી, સજ્જનલક્ષણ, સજ્જનપ્રીતિ, સજ્જનસ્મૃતિ, ગુણપ્રીતિ, સજ્જન-દુર્જનસંબંધ, કુબોલનો પ્રભાવ, લઘુપણાનો મહિમા, ગુરુમહિમા, કાવ્યરસ, પ્રબંધગુણ, ગીત-સંગીતનો મહિમા, રસિક અને મૂર્ખ શ્રોતા, સુકવિવચન, કુકવિવચન વગેરે. – એ કવિની અપાર વિચારસમૃદ્ધિ દર્શાવે છે. “શૃંગારમંજરીનાં ઉદાહરણો એ વિશેની લઘુ પુસ્તિકા (જયંત કોઠારી,૧૯૮૭)માં અપાઈ ગયાં હોવાથી અહીં અન્ય કૃતિઓમાંથી જ થોડાં ઉદાહરણ નોંધીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org