________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ B ૧૨૭
મહિલા હેલાનિરત સુરતરસસમરિં ભડતાં, મુષ્ટિમુષ્ટિ પ્રહાર, હાર અંગોઅંગિ અડતાં, તૂટલે કલહિં લાગિ, ભાગ ત્રીજઈ ભુંઈ પડીઉં, પઈઠઈ સેજિ વિચાલિ પંચમ રડખડિઉ. છઠઉ તિ કામિનિ કરકમલિ, દસમૂ તિ પ્રીઉડઈ અણસરિઉં,
છ સૂત્ર મોતી દેખી, તે હાર કેતાં પરિવરિલ. કૌતુકરસિક કથાઓ પણ કથારસ મહત્ત્વનો નહીં
જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓની કથા કૌતુકરસિક છે. એમાં કથારસ પણ પર્યાપ્ત માત્રામાં છે – કથારસિયાઓ તૃપ્ત થાય એટલો. પણ જયવંતસૂરિને મન કથારસ એટલો મહત્ત્વનો નથી. કથારસ કરતાં પાત્રચિત્રણ વધારે મહત્ત્વનું છે, પાત્રચિત્રણ કરતાં વર્ણનરસ વધારે મહત્ત્વનો છે ને વર્ણનરસ કરતાંયે મનોભાવરસ વધારે મહત્ત્વનો છે. કવિ સુભાષિતમાં સમસ્યાચાતુરીમાં, છંદલ પ્રાસરચનામાં, અલંકારદૃષ્ટાંતવૈચિત્રમાં, તથા શબ્દસૌન્દર્યમાં પણ ઘણો રસ ધરાવે છે. કથાગ્રથનમાં કે કથાકથનમાં એમનું વિશિષ્ટ કૌશલ નથી. કથામાં કેટલુંક અછડતું અને અધ્ધર રહી જાય છે, કેટલુંક ઉતાવળે ચાલતું જણાય છે, કેટલુંક અસ્વાભાવિક પણ પ્રતીત થાય છે. શીલવતીને રાત્રે બહાર જતી જોઈને એનો ખુલાસો પૂછડ્યા વગર આજતસેન એને કાઢી મૂકવાનો નિર્ણય લઈ લે, ખરું કારણ આપ્યા વિના, તેડાવવાનો પત્ર આવ્યો છે એમ કહી એને પિયર વળાવવામાં આવે અને શીલવતી પતિનું મન ઓળખી જવા છતાં કશો ખુલાસો કર્યા વિના જવા તૈયાર થઈ જાય – આ બધું અસ્વાભાવિક છે. રુખિમણિને પરણવા નીકળેલો કનકરથ રસ્તામાં રોકાઈ જાય, ઋષિદત્તાના પ્રેમમાં પડે. એની સાથે લગ્ન કરે, ત્યાં રહે, ઋષિદત્તાના પિતા એ દરમિયાન જ અગ્નિપ્રવેશ કરે અને અજિતસેન કાબેરી નગરી ગયા વિના, ત્યાં કશું જણાવ્યા વિના પાછો ફરી જાય એ ઘટનાઓ પણ કંઈક અ-સામાન્ય લાગે છે. લોકવાર્તાઓમાં સ્વાભાવિકતાની, સુસંગતતાની ઝાઝી અપેક્ષા નથી હોતી એ ખરું પણ જયવંતસૂરિ જેવા પંડિત કવિ આ ઘટનાઓને સ્વાભાવિકતા અર્પવા કંઈક કરે એવી અપેક્ષા તો રહે જ – એ કંઈ લાઘવમાં માનતા નથી – પણ એ અપેક્ષા સંતોષાતી નથી. “શૃંગારમંજરી'માં તો બધે વખતે કથાભાગ ઝડપથી આટોપાઈ જાય છે અને કવિ સુભાષિતવાણીમાં તથા મનોભાવનિરૂપણમાં સરી પડે છે. કથા જાણે એક ખીંટી હોય એવું લાગે છે. નાયિકાપ્રધાન કથાઓ
એ નોંધપાત્ર છે કે જયવંતસૂરિની બન્ને રાસકૃતિઓ નાયિકાપ્રધાન છે. કૃતિઓનાં શીર્ષક – “શીલવતી ચરિત્ર' અને “ઋષિદરા રાસ' – માં એ દર્શાવાયું છે અને કથાઓ મૂળભૂતપણે સતીચરિત્રની છે, પણ તે સિવાય કવિએ નાયક કરતાં નાયિકાનાં વ્યક્તિત્વને વધારે પ્રભાવક રીતે આલેખ્યાં છે. આપણા મન પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org