________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતરિ ૧૨૩
સીમંધસ્વામીના ગુણકમલથી કવિનો મનભ્રમર વીંધાયેલો છે. પણ સીમંધરસ્વામી તો પરદેશમાં – જુદા જ દેશમાં વસનારા છે. એમની સાથે મેળાપ કેમ બને? તેથી આ પત્ર. સીમંધરસ્વામીને “વહાલા” કહીને લખાયેલા આ પત્રમાં પત્રલેખકના ગુણાનુરાગિતા, ગુણગણનાની અક્ષમતા, સીમંધરસ્વામી-રૂપમુગ્ધતા, પ્રેમપરવશતા, વિરહવ્યાકુળતાઆરત, મિલનયોગની દુષ્કરતા, સંદેશો પહોંચાડવાની વિમાસણ, સામો સંદેશો મોકલવાની ને દર્શન દેવાની, સંભાળ લેવાની વિનંતી વગેરે ભાવો હૃદયંગમ રીતે વ્યક્ત થયા છે, પ્રાસાદિક, ભાવ-અર્થપોષક ઉપમાદૃષ્ટાંતાદિકનો સાહજિક વિનિયોગ ઘણો અસરકારક બન્યો છે, અને કૃતિ પ્રેમલક્ષણાભક્તિભાવની એક રસસભર રચના બની છે. સીમંધરજિન વિનતિ ચંદ્રાકલા | લેખ
૨૭ કડીની આ કૃતિની વિશેષતા એનો ચંદ્રાવળા-બંધ છે. એની ભાવસૃષ્ટિ તો ઉપરની કૃતિમાં છે તે જ છે. કેટલાક ઉદ્ગારો મળતા પણ આવે છે, તો ઘણે સ્થાને એ જ વાત જુદી અભિવ્યક્તિ પણ પામી છે. એક ને એક વિષયને જુદીજુદી – નવનવી રીતે આલેખવાની કવિની ક્ષમતાનાં આ બે કાવ્યો સુંદર ઉદાહરણો છે. બાર ભાવના સઝાય
૧૩ ઢાળ અને ૩૯ કડીની આ કૃતિ કેવળ સાંપ્રદાયિક કહી શકાય એવી કૃતિ. છે. એ તત્ત્વબોધાત્મક કૃતિ છે. એમાં અધ્યાત્મમાર્ગમાં સાયરૂપ થનાર, જૈન સંપ્રદાયસંમત બાર ભાવનાઓ - અનિયતા આદિ ભાવનાઓ – નું સંક્ષિપ્ત નિરૂપણ છે. દરેક ભાવનામાં એનો આશ્રય કરીને મુક્તિમાર્ગે ગયેલા મુનિવરનો ઉલ્લેખ કર્યો છે. રાવણના પ્રતાપ-પ્રભાવનું વર્ણન, ક્વચિત્ સતત પ્રાસનો પ્રયોગ, ક્વચિત્ શબ્દોને બેવડાવવાની રીતિ, ક્વચિત્ ઉપમા-દૃષ્ટાંતનો વિનિયોગ – એ કવિત્વગુણો અહીં નજરે પડે છે, પણ એથી કૃતિની સાંપ્રદાયિકતા, બોધાત્મકતામાં કશો ફરક પડતો નથી. લોચન કાજલ સંવાદ
૧૮ કડીની આ કૃતિ જોવા મળી નથી, પણ “સંવાદ' પ્રકારની રચના પર પણ જયવંતસૂરિએ હાથ અજમાવ્યો છે એનો એ દાખલો છે. ગીતો
૮૦ જેટલી સંખ્યામાં મળતાં ગીતો વિષય અને રૂપરચનાનું કેટલુંક વૈવિધ્ય બતાવે છે. એમાં તીર્થો, તીર્થકરો. પદ્માવતી વગેરે દેવીઓ વિશેનાં તથા ધર્મબોધનાં ગીતો છે અને રૂપકકાવ્ય, દૃષ્ટાંતકાવ્ય. સ્તુતિકાવ્ય, સ્નેહોર્મિકાવ્ય, પત્રકાવ્ય વગેરે પ્રકારો જોવા મળે છે. તીર્થો વિશેનાં કાવ્યોમાં બહુધા જે-તે તીર્થનું માહાભ્ય બતાવેલું છે, ક્વચિત્ નામમાલા પણ રચી છે. તીર્થંકરો વિશેનાં ગીતોમાં બહુધા પ્રશસ્તિ અને પ્રાર્થના છે, ક્વચિત્ કાયાનાં માપ જેવી વિગતો પણ ગૂંથી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org