________________
૧૨૨ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પ્રકૃતિવર્ણન કરતાં વિરહભાવનિરૂપણ તરફ કવિએ વધારે લક્ષ આપ્યું છે ને પ્રકૃતિવર્ણન પણ શૃંગારની પરિભાષામાં થયું છે. ૮૧ કડી પછી તો મુખ્યત્વે રાજિમતીના વિરહોદ્દગારો જ છે, જેમાં એક દગ્ધ સ્ત્રીહૃદય રજૂ થાય છે. નેમિનાથ પ્રત્યેના ઉપાલંભો, કટાક્ષોનો આશ્રય પણ એમાં લેવાયેલો છે. અંતે જોકે રાજિમતી નેમિનાથનું ધર્મશરણ સ્વીકારે છે. અલંકારોમાં પાંચ પાંચ શબ્દો સુધી વિસ્તરતા યમક અને સાંગ રૂપકની રચના, અવારનવાર પ્રયોજાયેલી ચરણસાંકળી, ભાવાવેગમાં વ્રજ-હિંદીમાં સરી જવાની રીતિ, દૃષ્ટાંતાશ્રિત મોંક્તિઓ, પ્રશ્નકાકુઓ – આવું કેટલુંક કાવ્યને ભાવમનોરમ ઉપરાંત શૈલીવિચિત્રિત બનાવે
છે.
સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ
૪૧ કડીનું આ કાવ્ય “ફાગની ઢાલ” કે “ચાલ’ને નામે ઓળખાવાયેલ દુહા અને કાવ્ય'ને નામે ઓળખાવાયેલ ઝૂલણાના ૧૭ માત્રાના ઉત્તરાર્ધના બનેલ ચંદ્ર છંદમાં રચાયેલું છે. એમાં વસંતઋતુમાં કોશાની વિરહવેદના આલેખાઈ છે અને સમગ્ર કાવ્ય લગભગ કોશાના ઉદ્દગાર રૂપે ચાલે છે. અભિલાષ, પ્રતીક્ષા, તલસાટ, સંતાપ,
સ્મરણ, એકલતાની પીડા વગેરે અનેક મનોભાવોને સોવેધક અલંકારોક્તિ અને અન્ય પ્રયુક્તિઓથી અભિવ્યક્ત કરતી આ કૃતિ કેવળ રસાત્મક બની રહે છે. સ્થૂલિભદ્ર – ભલે મુનિવેશે – આવતાં કોશા ઉલ્લાસ પામે છે એ હકીકત સાથે કાવ્ય પૂરું થાય છે. એટલેકે કોશાના પ્રતિબોધ સુધી કાવ્ય જતું નથી. આરંભે કેવળ સરસ્વતીને વંદના છે અને અંતે દિનદિન સજન મેળાવડો, એ સુણતાં સુખ હોઈ એ જાતની ફલશ્રુતિ છે. આમ બધી રીતે કાવ્ય ધર્મબોધના તત્ત્વથી મુક્ત રહ્યું છે અને એને સાંસારિક પ્રેમની મધુર રચના તરીકે આસ્વાદી શકાય છે. નેમિજિન સ્તવન/ફાગ
૪૦ કડીની આ કૃતિ મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ છે ને એમાં ફાગ (આંતરયમકવાળો દુહો) અને “કાવ્યોનો પણ વિનિયોગ થયો છે. કૃતિ વસંતમાં નેમિનાથની કૃષ્ણની રાણીઓ સાથેની વનક્રીડા, રાજુલને પરણવા જતાં પશુઓનો આર્તનાદ સાંભળી પાછા વળી નેમિનાથે લીધેલી દીક્ષા, રાજુલની વિરહાવસ્થા અને અંતે નેમિનાથ દ્વારા એનો પ્રતિબોધ વગેરે પ્રસંગોને આવરી લે છે. વનકેલિનું તાજગીભર્યું રમતિયાળ ચિત્રણ, રાજિમતીના રૂપશંગારનું મનમોહક ઉલ્લાસઊછળતું વર્ણન. એમાં ૨૯ ચરણ સુધી એક જ પ્રાસ યોજી નિર્મિત કરેલી શબ્દચમત્કૃતિ, રાજિમતીનાં આત્મવેદન અને નેમિનાથ પ્રત્યેના ઉપાલંભોથી સભર માર્મિક વિરહોદ્દગારો વગેરેથી આ કાવ્ય, ધર્મબોધમાં પરિણમતું હોવા છતાં, રમણીય બન્યું છે. સીમંધરસ્વામી લેખ | સીમંધરજિન સ્તવન
૨ ઢાળ અને ૩૯ કડીની આ કૃતિ સીમંધરસ્વામીને પત્ર રૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org