________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ D ૧૧૯
રાજાને સ્ત્રીના અખંડ શીલવત પર વિશ્વાસ બેસતો નથી અને શીલવતીને શીલભંગ કરવા પોતાના ચાર પ્રધાનોને મોકલે છે. શીલવતીએ યુક્તિપૂર્વક એ ચારેયને મોટા ઊંડા ખાડામાં ફસાવ્યા. રાજા વિજય મેળવી પાછો આવ્યો ત્યારે એને ભોજન માટે નિમંત્રી ચારે પ્રધાનોને યક્ષો તરીકે શણગારી રજૂ કર્યા. રાજાએ યક્ષોની માગણી કરતાં એને સોંપ્યા. રાજાને પોતાના પ્રધાનોની ઓળખ થઈ અને શીલવતીના શીલને પ્રમાણી એણે એની પ્રશંસા કરી.
સ્નેહની જ નહીં પણ બુદ્ધિચાતુર્યની બની રહેલી આ કથામાં પાતાલસુંદરીની એક વિસ્તૃત કથા સ્ત્રીની ચારિત્ર્યશિથિલતાના દૃષ્ટાંત તરીકે જોડવામાં આવી છે, જે અંતે તો શીલવતીના દૃઢ ચારિત્ર્યપાલનનો મહિમા વધારે છે. એની અતિસુંદરતાને કારણે રાજાએ પોતાની રાણીને પાતાળગૃહમાં – ભોંયરામાં રાખેલી છે. સાર્થવાહ અનંગદેવને આ હકીકતની જાણ થતાં રાજા સાથે મૈત્રી બાંધી, અંતઃપુરનો પરિચય મેળવે છે અને સુરંગ વાટે પાતાલસુંદરી સુધી પહોંચે છે. પાતાલસુંદરી એના પ્રેમને વશ થાય છે, એક વખતે સાર્થવાહને ત્યાં જ રાજાને ભોજન માટે નિમંત્રી પોતે એને પીરસે છે, રાજાના મનમાં શંકાનો કીડો ઉત્પન્ન કરે છે પણ પકડાતી નથી ને અંતે સાર્થવાહ સાથે ભાગી નીકળે છે. રસ્તામાં અનંગદેવના નાના ભાઈ પ્રત્યે આકર્ષાયેલી પાતાલસુંદરીએ અનંગદેવને દરિયામાં ધકેલી દઈ સુકંઠ સાથે વિલાસ માંડ્યો. સુકઠે પણ એને પછીથી છોડી અને વેશ્યા બની એ નર્કગતિને પામી.
કૌતુકરસિક આ કથામાં અજિતસેન-શીલવતી, સાર્થવાહ-પાતાલસુંદરીની સ્નેહાસક્તિ. રાજા-સાર્થવાહની મૈત્રીપ્રીતિ, શીલવતીનું બુદ્ધિચાતુર્ય, સાર્થવાહપાતાલસુંદરીની કપટકળા – વગેરેને સુંદર ઉઠાવ આપી કવિએ એને વધુ મનોરમ બનાવી છે. વર્ણન-ભાવનિરૂપણને પ્રાધાન્ય આપવા છતાં કથારસમાં જયવંતસૂરિએ ઓછપ આવવા દીધી નથી. ઋષિદના રાસ (૧૫૮૭). | મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૪૧ ઢાળ અને પ૩૪ કડીની આ રાસકૃતિ કર્મફળની અનિવાર્યતા દર્શાવતી પરંપરાપ્રાપ્ત કથા છે. એમાં સુભાષિતોનો મહારાશિ નથી, વર્ણનોનો વૈભવ નથી, ઉપમાનોની હારમાળા નથી, ભાવનિરૂપણનો વિસ્તાર નથી - ૪૧ ઢાળ છતાં કૃતિનું નાનું કદ આ વાત કહી દે છે – તોપણ એમાં કવિનો વિશેષ કથાકથનમાં છે એમ કહી શકાશે નહીં. કવિએ અહીં પણ સ્નેહભાવને કેન્દ્રમાં રાખ્યો છે અને એ સ્નેહભાવ પોતાની આગવી આભા લઈને આવે છે. એ સ્નેહભાવ અતિ ઉત્કટ છે, એકનિષ્ઠ છે, વિશ્વાસપૂર્ણ છે તે સાથે અર્ધ્વ છે, મૃદુ છે, મુલાયમ છે. વિવિધ પ્રકારના સ્નેહસંબંધ અહીં પણ કવિએ આલેખ્યો છે – ઋષિદત્તાકનકરથનો સ્ત્રીપુરુષપ્રેમ – દામ્પત્યપ્રેમ. યુવાન મુનિના પુરુષવેશે રહેતી ઋષિદત્તા અને કનકરથનો મિત્રપ્રેમ તથા પિતા હરિષણ અને ઋષિદત્તાનો વાત્સલ્યપ્રેમ.
પુરુષોની સ્મહાદ્ધતા એ આ કૃતિનો વિશેષ છે. કનકરથ પ્રિય પત્નીના વિયોગે ઝૂરે છે, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org