________________
હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન
કિહાં જાદ૨, કિહાં ખાસરું, કિહાં મૂરખ, કહાં જાણ, કિહાં કસ્તૂરી, કિહાં લસણ, કિહાં માનવ, કિહાં દેવ, કિહાં કાંજી, કિહાં અમિયરસ, કિહાં રાણિમ, કિહાં સેવ, કિહાં રીરી, કિહાં વરકણય, કિહાં દીવઉ, કિહાં ભાણ, સામિણિ, મઝ તુઝ અંતરઉં, એ એવડઉં પ્રમાણ.
૨૬
ક્યાં સાગર ? ક્યાં નાનું તળાવ ? ક્યાં સિંહ ? ક્યાં શિયાળ ? એમ અહીં દૃષ્ટાંત સાથે ‘કિહાં'ની પુનરુક્તિ છે. ઉપરાંત, આ કૃતિમાં વર્ણાનુપ્રાસનાં પણ ભરપૂર ઉદાહરણો છે. સૌભાગ્યસુંદરી નૃત્ય કરે છે એ પ્રસંગનું નિરૂપણ આનું સુંદર ઉદાહરણ છે ઃ
૨૪
૯૭
૨૫
૧૦૨
૧૦૩
ધાંધાં ધપમુ મહુર મૃદંગ, ચચપટ ચચપટ તાલુ સુરંગ, કગિન ધોંગિન ધંગા નાદિ ગાઈ નાગડ દોંદોં સાદિ મપનિ મનિ ઝઝણણ વીણ નિનિખુણિ જંખણિ આઉજ લીણ, વાજી ઓં ઔં મંગલ શંખ ધિધિકટ ધેંકટ પાડ અસંખ. ઝગડ દિગિ દિગિ સિરિ વલ્લરી, ઝુણણ ઝુણણ પાંઉ નેઉરી, દોંદો છંદિહિં તિવિલ રસાલ, ઘણાં ઘણાં ગ્યુર ઘમકાર. ૧૦૪ રિમિઝિમિ રિમિઝિમિ ઝિઝિમ કંસાલ, કરિર કરિર કિ૨ ઘટપટ તાલ, ભ૨૨ ભ૨૨ સિરિ ભેરિઅ સાદ, પાયડીઉ આલવીઉ નાદ. નિસુણી એવંવિહ બહુ તાલ, મિન ચમકી તે નવરંગ બાલ, નાચી અતિ ઘણ ઉલ્લેટ ધરી, રાજકુંર સોહગસુંદરી. આ કર્ણમધુર નાદચિત્ર અને એમાંથી પ્રત્યક્ષ થતું નૃત્ય કરતી સૌભાગ્યસુંદરીનું શબ્દચિત્ર મનોહર છે. અહીં વર્ણાનુપ્રાસ સાથે યમક અલંકાર પણ છે.
૧૦૫
૧૦૬
શબ્દચિત્રો મુખ્ય બની રહીને અહીં અલંકારનિરૂપણ ગૌણ બની રહેતું જોવા મળે છે. સર્જકનો આશય ચિત્રનિર્માણનો છે. અલંકારો તો જાણે કે અહીં સહજ રીતે ગોઠવાઈ જતા હોય એમ લાગે છે.
Jain Education International
શબ્દચિત્રોનાં ઘણાં ઉદાહરણો હીરાણંદસૂરિની કૃતિઓમાંથી મળે છે. ચિત્રો ઉપસાવતી વખતે narrator – કથક હીરાણંદસૂરિ કાં તો કૃતિની બહાર રહે છે અથવા તટસ્થ રહે છે. એની કથનકળાનું આ અંગ ધ્યાનાર્હ છે.
વ્યક્તિ, સ્થળ કે પ્રસંગનાં એમ અવનવાં ચિત્રો એમની કૃતિમાંથી મળી ૨હે છે. ઉપર્યુક્ત ચિત્ર ઉપરાંત એવાં જ મહત્ત્વનાં કેટલાંક શબ્દચિત્રો જોઈએ.
કૃતિમાં ટુકડેટુકડે અંકાયેલાં ચિત્રોમાંથી અંતે પાત્રો પૂર્ણ રૂપે પ્રગટે છે. 'વિદ્યાવિલાસ પવાડુ'નાં વિદ્યાવિલાસ અને સૌભાગ્યસુંદરી આનાં ઉદાહરણો છે. કેટલાંક ચિત્રો આંશિક હોય છે. સૂરસેના અને રાજકુંવરીને આનાં ઉદાહરણો તરીકે દર્શાવી શકાય. વિદ્યાવિલાસને મણિજલ છાંટતી સૂરસેના, પોપટમાંથી વિદ્યાવિલાસ અને પુનઃ વિદ્યાવિલાસમાંથી પોપટ બની જવાની ક્રિયાથી કુતૂહલભાવ
For Private & Personal Use Only
www.jainelibrary.org