________________
૧૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પોતાના રૂપછાકથી, વિધવિધ હાવભાવથી અને ઉત્કટ વિનવણીથી સ્થૂલિભદ્રનું મન ચલિત કરવા અથાગ પ્રયાસ કર્યો પણ સ્થૂલિભદ્ર તો અડગ અને નિશ્ચલ જ રહ્યા. એમના આ વિરક્તિ ભાવે કોશાના હૃદયને પલટાવી નાખ્યું. કૃતિ નાની છે પણ ભાવપૂર્ણ અને કાવ્યમય બની છે. બે રીતે : એક, કોશાના હ્રદયભાવોનું રસિક નિરૂપણ અહીં છે અને બે, કોશાના રૂપછાકનાં, અંગસૌંદર્યનાં, હાવભાવનાં, સ્થૂલિભદ્રની અડગતાનાં અલંકારપ્રચુર અને કલ્પનાસમૃદ્ધ વર્ણનો અહીં છે. કાવ્યનો આરંભ વર્ષાૠતુના ચિત્રથી થાય છે. સ્થૂલિભદ્રના આગમનનો પ્રતિભાવ કોશા આ રીતે આપે છે ઃ
કુણ મુરખ રે અંબ-નીંબ સરખા ગણઇ ?
અતિ કુંઅલઇ રે ટિલંકિ કેસરી હસ્યઉ' પંક્તિનો વ્યતિરેક કે લિભદ્રની અડગતાના ચિત્રણ માટે યોજાયેલી દૃષ્ટાંતમાલા જરૂર ધ્યાન ખેંચે. લગભગ પ્રત્યેક કડીમાં જોવા મળતા શબ્દાનુપ્રાસ, ઝડઝમક તેમજ કોશાની આભૂષણસજ્જાના વર્ણનમાં આવતા રવાનુસારી શબ્દપ્રયોગો સમગ્ર ચિત્રને કર્ણમંજુલ બનાવે છે : જવ ધપમરે ધોંધો મદ્દલ રણકિયાં
નાચંતાં રે કંકણડાં કિર ખલિકયાં
સખિ રિમિઝિમિ રે ઝાંઝરડાં પાયે ઝમિકયાં કુંડલનાં ૨ે તેજ તિવાર† ઝળકિયાં.
કેટલીક કડીઓના પહેલા ચરણમાં આવતો આગલી કડીના છેલ્લા ચરણનો ઊથલો ધ્યાન ખેંચે છે. વળી, તે વખતે કવિ ખૂબી એ કરે છે કે દેશીના પંક્તિખંડને ઉથલાવીને હિરગીતમાં ઢાળે છે સાંકળે છે. કવિના છંદપ્રભુત્વ વિના આ યોજના સફ્ળ ન બને.
રંગ વલી કીજઈ નવઉ
નવરંગ કીજઈ રિસ રમીજ............
લાવણ્યસમયે ‘નંદબત્રીશી' નામની એક રચના કરી હોવાનો સંભવ છે. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'માં શ્રી મોહનલાલ દ. દેશાઈ નોંધે છે કે “લાવણ્ય(સમય) મુનિએ સં.૧૫૪૮માં ૧૪૮ કડીમાં રચેલી નંદબત્રીશી હમણાં પ્રાપ્ત થઈ છે.” આ કૃતિ વિશે અન્ય કંઈ માહિતી સાંપડી શકી નથી.
લાવણયસમયે સિદ્ધાન્તચર્ચાના પ્રયોજનવાળી કેટલીક રચનાઓ કરી છે. આવી રચનાઓમાં ૧૮૧ કડીની ‘સિદ્ધાન્તચોપાઈ / લુંકટવદન-ચપેટાચોપાઈ’ (૨.ઈ.૧૪૮૭) મહત્ત્વની ગણી શકાય. એમાં મૂર્તિનિષેધક લોંકાશાહના વિચારોનું ખંડન અને મૂર્તિપૂજાના વિચારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મૂર્તિપૂજાનિષેધ કરતો લુંકટમત અને મૂર્તિપૂજાપ્રતિપાદન કરતો જિનમત – એ બે સિદ્ધાન્ત વચ્ચેની વિષમતા દર્શાવવા કવિએ દૃષ્ટાંતમાલા પ્રયોજી છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org