________________
૧૦૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
વિસ્તૃત આલેખન કરે છે. આ કૃતિમાં ખિમઋષિના કઠિન સંકલ્પો અને બલિભદ્ર તથા યશોભદ્રના જીવનના કેટલાક ચમત્કારોનું નિરૂપણ થયું છે. પણ કૃતિમાં કોઈ વિશેષ કાવ્યસિદ્ધિ જણાતી નથી.
“સુરપ્રિયકેવલી રાસ' (ર.ઈ.૧૫૧૧) સુરપ્રિય નામે એક જૈન કેવલીના ચરિત્રને નિરૂપે છે. મહાવીરસ્વામી મગધદેશના રાજગૃહી નગરમાં પધારે છે ત્યારે હર્ષવિભોર બનેલા રાજા શ્રેણિક એમની ધર્મદેશના સાંભળવા જાય છે. ત્યાં મહાવીર આ સુરપ્રિયકેવલીનું ચરિત્ર સંભળાવે છે.
આ રાસ હજી અપ્રગટ જ છે.
લાવણ્યસમયે સંવાદ કાવ્યસ્વરૂપની કેટલીક નોંધપાત્ર રચનાઓ કરી છે. આ રચનાઓ કૃતિમાં આવતી સંવાદચાતુરીને કારણે ખાસ ધ્યાન ખેંચે છે. આ પ્રકારની કાવ્યરચનાઓમાં “રાવણમંદોદરી સંવાદ | રાવણસાર સંવાદ' (૨.ઈ.૧૫૦૬), ‘કરસંવાદ' (ર.ઈ. ૧૫૧૯), “ચંપકચંદનવાદ | સુકડી-ચંપૂ સંવાદગીત', “સૂર્યદીપવાદ છંદ' તથા ‘ગોરી-સાંવલી ગીતવિવાદ' કૃતિઓનો સમાવેશ થાય છે.
“રાવણમંદોદરી સંવાદ | રાવણસાર સંવાદ' ૬૧ કડીની રચના છે. એમાં મંદોદરીનાં ભય-ચિંતા અને રાવણના અહંકારને પ્રગટાવતો. જુદાર ભાષાવાળો. રાવણ મંદોદરી વચ્ચેનો સંવાદ રજૂ થયો છે. આ સંવાદમાં બંને પાત્રોનો વ્યક્તિત્વભેદ સુરેખપણે ઊપસે છે. રાવણ અહંકાર આડે રામની શક્તિનો અને વાનરસૈન્યનો સાચો ક્યાસ કાઢી શકતો નથી. પરિણામે મંદોદરીની વિનંતીને અવગણી પોતાની મોટાઈમાં જ રાચ્યા કરે છે. આ ધરતી પર પોતાના જેવો કોઈ ભડ નથી એની બડાશ હાંકતાં એ કહે છે કે પોતે મૃત્યુને પણ મરડીને બાંધી દીધું છે ને શેષને પાતાળ ભેગો કર્યો છે. મંદોદરી આવનાર પરિસ્થિતિનાં એંધાણ પારખી રાવણનાં અહંકાર અને લંપટતાને નિંદે છે. એની વાણીમાં સમજદારી અને શિખામણનો સૂર છે. સીતાના સતીત્વમાં એને દૃઢ શ્રદ્ધા છે.
આ સંવાદમાંથી જેમ બંને પાત્રોનો વ્યક્તિત્વભેદ ઊપસે છે તે જ રીતે બે ભિન્ન ચિત્રો પણ ઊભાં થાય છે. એક બાજુ રાવણના અખૂટ વૈભવ અને બળનું તો મંદોદરીમુખેથી રામલક્ષ્મણના શૌર્યનું અને વાનરસેનાની શક્તિનું. કેટલીક ચિત્રાત્મક પંક્તિઓ જુઓ :
ધડહડ ધરણી ધડહડઈ, દીઈ કઈ વાનરો ફાલ રે. * ભૂધર ભાલા ઝલહલઈ, રવિ ખલભલઈ તેજિ રે. મંદોદરી આરંભમાં જ અતિશયોક્તિથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે :
સૂતલો સીંહ જગાવી નડિક વાસગ નાગ રે.' દૃાન્ત પ્રયોજીને મંદોદરી રાવણને કહે છે ?
પત્રગ જિમ પય પાઇલ, મેહલઈ વિષની ઝાલ રે, કાંમીનિઇ કોઇ હિત કહઈ, થાઈ દોષ ભૂપાલ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org