________________
લાવણ્યસમય [ ૧૦૩
છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે અંગે કશી માહિતી ઉપલબ્ધ નથી.
મુખ્યત્વે ધમપદેશ અને ધર્મપ્રસારના હેતુથી રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપવૈવિધ્ય અને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે તેઓ એમના સમયના એક ગણનાપાત્ર કવિ બની રહે છે.
લાવણ્યસમયે નાનીમોટી કથામૂલક કૃતિઓ રચી છે તેમાં પ્રબન્ધ, રાસ અને ચરિત્ર – ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડો અને ૧૩૫૬ કડીઓમાં વિસ્તરેલી રચના ‘વિમલપ્રબન્ધરાસ' (ર.ઈ.૧૫૧૨) એમની સૌથી મહત્ત્વની કૃતિ છે. બાવીસમા તીર્થંકર નેમિનાથના સંયમધમાભિમુખ ચરિત્રને ઉપસાવતી “મિરંગરત્નાકર છંદ | રંગરત્નાકર નેમિનાથ પ્રબન્ધ' (ર.ઈ.૧૪૯૦) એમની બીજી મહત્ત્વની રચના છે. આ ઉપરાંત ૬ ખંડ અને ૪૫૫ કડીમાં વિસ્તરેલી “વચ્છરાજ દેવરાજ રાસ, ચોપાઈ' (ર.ઈ. ૧૫૧૬), ૩ ખંડ અને પ૧૨ કડીમાં રચાયેલી ખિમાત્રષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' (ર.ઈ.૧૫૩૩), “સુરપ્રિયકેવલીનો રાસ' (ર.ઈ.૧૫૧૧) એમની ચરિત્રાત્મક રચનાઓ છે.
વિમલપ્રબન્ધ/રાસ' એ ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીનાં સત્કૃત્યોને આલેખી એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રીતે ઉપસાવતી કૃતિ છે. વિમલ મંત્રીના જન્મથી અંત સુધીની જીવનઘટનાઓ અને એમના પરાક્રમપ્રસંગોનું એમાં નિરૂપણ છે. આ ઘટનાઓ-પ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન સાંપડે છે. એ રીતે એ મુખ્યતયા ‘કાન્હડદે પ્રબંધ' પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જોકે અહીં દંતકથાઓ પર પણ ઠીકઠીક આધાર રખાયો હોવાને કારણે અને સામાજિક-ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ વિશેષ થયું હોવાને લીધે વિમલ મંત્રીની પ્રશસ્તિની સાથે જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે.
આરંભના બે ખંડોમાં શ્રીમાલનગર અને શ્રીમાલ વંશની સ્થાપના, ઓસવાળો અને પ્રાગ્વાટો (પોરવાડ), અઢાર વર્ષની વ્યવસ્થા, ૬ દર્શન ૯૬ પ્રકારનાં પાખંડ વગેરેની પરિચયાત્મક ભૂમિકા બાંધવામાં આવી છે. ત્રીજા ખંડમાં વીર નામે શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કુખે વિમલના જન્મની વાત કહેવામાં આવી છે. પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠીની પુત્રી શ્રી સાથે વિમલનું લગ્ન, પોતાની બાણવિદ્યાથી રાજા ભીમદેવને પ્રસન્ન કરી એણે પ્રાપ્ત કરેલી દંડનાયકની પદવી, વિમલ વિરુદ્ધની કાનભંભેરણીથી ભોળવાઈને રાજા ભીમે વિમલની હત્યા કરવા માટે કરેલા પ્રયાસો, જુદાંજુદાં યુદ્ધોમાં વિમલે મેળવેલો વિજય, પરિણામે રાજા ભીમને હાથે જ વિમલનું થતું સમાન, ધર્મઘોષસૂરિ નામે જૈન સાધુએ આબુ પર્વત ઉપર જૈન મંદિર બાંધવા વિમલ મંત્રીને આપેલો આદેશ અને અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરી વિમલવસહી' નામે બંધાવેલું દહેરાસર - આ બધા પ્રસંગો બાકીના ખંડોમાં આલેખાયા છે. વિમલ અંબાને પ્રસન્ન કરી તીર્થનિર્માણ અને પુત્રપ્રાપ્તિ એમ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org