________________
હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૫
(૫) “કલિયુગ બત્રીશી' : પ્રકાશિત – સ્વાધ્યાય, ઑક્ટોબર ૧૯૭૩, સંપા. ભોગીલાલ સાંડેસરા.
કલિયુગનાં લક્ષણોને વિષય તરીકે પસંદ કરીને રચાયેલા કલિકાલ રાસ' કરતાં આ “કળિયુગ બત્રીશી' રચના ઉચ્ચ કોટિની છે. પોતાના શિષ્યને કળિયુગના તત્કાલીન અનુભવો સંભળાવી રહેલા ગુરુની વાણી રૂપે અહીં ૩૨ કડીમાં હીરાણંદસૂરિએ રચનાને અભિવ્યક્તિ અર્પે છે એ એની નોંધપાત્ર વિશેષતા છે.
કળિયુગમાં આહાર વહોરવા માટે જતાં જે કંઈ વિષમ અનુભવો થયા છે એ સ્વાનુભવ અહીં સવનુભવ બની રહે એ રીતે વર્ણવાયેલ છે. કડી ક્રમાંક ૧થી ૬ સુધીમાં કવિ ભૂતકાળના દાનવીરોની ઉદાત્ત ભાવનાની વિગતો કહે છે, પછી વર્તમાનકાળે શ્રાવક-શ્રાવિકાઓ કેવાં ભાવહીન બન્યાં છે એની વીગતો સાતથી ત્રીસ સુધીની કડીઓમાં પ્રસ્તુત કરે છે. પરંતુ કવિ શ્રદ્ધાવાન છે, પરિણામે ગુરમુખે વિવિધ પ્રદેશોમાંથી થયેલા કડવા અનુભવો ભલે વ્યક્ત થયા હોય પણ જ્યાં ગિરનાર અને શત્રુંજયનાં તીર્થસ્થાનો આવેલાં છે એ સૌરાષ્ટ્ર પ્રદેશનાં શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવવાળાં છે અને આવાં શ્રાવક-શ્રાવિકાઓ હજુ છે ત્યાં સુધી કળિયુગનું કશું નહીં ચાલે એવી શ્રદ્ધા કાવ્યાન્ત વ્યક્ત કરાઈ છે.
આમ હીરાણંદસૂરિએ ગુરુ પાત્રમુખે રજૂ કરેલી આ કૃતિ એની અભિવ્યક્તિની તરાહ અને તત્કાલીન જનસ્વભાવનું નિદર્શન કરાવતી હોઈ મહત્ત્વની બની રહે છે.
() “દિવાળી ગીત' : પ્રકાશિત – સ્વાધ્યાય. નવેમ્બર ૧૯૭૪. સંપા. ભોગીલાલ સાંડેસરા.
નવ કડીના દુહાબંધમાં રચાયેલું “દિવાળી ગીત' એ એક રૂપકગ્રંથિ કાવ્ય છે. ગૌતમ ગણધર સ્વામીને કેવળજ્ઞાન દિવાળીના દિવસોમાં પ્રાપ્ત થયું હોઈ કવિ આ પર્વને વિશિષ્ટ કોટિનું પર્વ ગણાવે છે.
આ પર્વે તારૂપી દીપક પ્રગટાવવાનું, શીલરૂપી ચૂનાથી કાયાને શ્વેત બનાવવાનું, ભાવના-જળ વડે સ્નાન કરીને પવિત્ર થવાનું, વિનયવિવેકનાં નવાં વસ્ત્રો પહેરવાનું અને જિનપૂજાની મુદ્રિકા, નવકારરૂપી હાર જેવાં આભૂષણો ધારણ કરવાનું કવિ અહીં આમ રૂપકાત્મક રીતે કહે છે. ઉપરાંત સમ્યકત્વરૂપ ભાત, ઉપશમરૂપ દાળ, સુમતિરૂપ પાંચ પકવાન, આદરભાવરૂપ ઘી જેવા ઉલ્લેખો પણ આ રચનાને રૂપકાત્મક કક્ષાએ પહોંચાડે છે. આમ, દિવાળીના ઉત્સવનું અધ્યાત્મદ્રષ્ટિએ મહત્ત્વ આંકીને આ પ્રમાણે દિવાળીનું પર્વ ઉજવાય એ જ સાચું, બાકીનું કૃત્રિમ છે એવું સર્જક સૂચવી જાય છે.
(૭) સમ્યકત્વમૂલ બારવ્રતરાસ” (૨.ઈ.૧૪૩૮) : પ્રકાશિત – ભાષાવિમર્શ, ઑક્ટોબર ૧૯૮૭. સંપા. ભોગીલાલ સાંડેસર. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org