________________
હીરાણંદસૂરિ : જીવનકવનનું આકલન
બળવંત જાની
હિરાણંદસૂરિ પીપલગચ્છના જૈન સાધુ હતા અને વીરપ્રભસૂરિના શિષ્ય હતા. રચનાસમય ધરાવતી એમની કૃતિઓ આ પ્રમાણે છે : ૧. વસ્તુપાલ તેજપાલ રાપ્રબંધ (ર.ઈ.૧૪૨૮), ૨. વિદ્યાવિલાસ ચરિત/પવાડો/રાસ (ર.ઈ.૧૪૨૯), ૩. કલિકાલ રાસ (૨.ઈ.૧૪૩૦), ૪. સમ્યક્ત્વમૂલ બાર વ્રત રાસ (૨.ઈ. ૧૪૩૮), ૫. જેબૂસ્વામીનો વિવાહલો (૨.ઈ. ૧૪૩૯). આ કૃતિઓના રચનાસમયને આધારે હીરાણંદસૂરિનો સમય પંદરમા શતકનો પૂર્વાર્ધ વિચારી શકાય.
ઉપરની પાંચમાંથી આરંભની ચાર કૃતિઓ મુદ્રિત થયેલી છે અને છેલ્લી એક અમુદ્રિત છે. એ ઉપરાંત આ કવિની ચાર મુદ્રિત અને છ અમુદ્રિત કૃતિઓ છે. આમાં સમયનિર્દેશ નથી. એ કૃતિઓ આ પ્રમાણે છે :
મુદ્રિત કૃતિઓઃ ૧. સ્થૂલિભદ્ર બારમાસા. ૨. કલિયુગ બત્રીશી, ૩. દિવાળી ગીત, ૪. સરસ્વતી લક્ષ્મી વિવાદ ગીત.
અમુદ્રિત કૃતિઓ ઃ ૧. અઢાર નાતરાંની સઝાય, ૨. કમવિચાર ગીત, ૩. દશાર્ણભદ્ર ગીત/દશાર્ણભદ્ર વિવાહલો, ૪. નલરાજ ગીત. ૫. પ્રાસ્તાવિક કવિત, ૬. શત્રુંજય ભાસ...
કતની મુદ્રિત કૃતિઓને આધારે એમની સર્જક પ્રતિભાના અંશોને ચીંધી બતાવવાનો ઉપક્રમ આ નિબંધમાં યોજ્યો છે. પ્રારંભમાં હીરાણંદસૂરિની મુદ્રિત કૃતિઓ વિષયામગ્રીની અભિવ્યક્તિની બાબતમાં પરંપરાના સંદર્ભમાં કયાં કયાં નવો વળાંક સ્થાપનારી છે એ તપાસવાનો ઉપક્રમ છે. એમાંથી હીરાણંદના સર્જનાત્મક દૃષ્ટિબિંદુનો પરિચય પણ મળી રહેશે. આ માટે હીરાણંદ પૂર્વે એટલેકે, પંદરમા શતક સુધીની તમામ રચનાઓને સામગ્રીરૂપે સ્વીકારી છે. અવનવી વિષયસામગ્રીનો વિનિયોગ
ઈસવીસનના તેરમા શતકમાં થઈ ગયેલા ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીબંધુઓ વસ્તુપાલ અને તેજપાલનાં જીવન અને કાર્યો વિશે સંસ્કૃત, અપભ્રંશમાં વિપુલ સાહિત્ય લખાયેલું છે. આવી ઐતિહાસિક વ્યક્તિઓ વિશે જૂની ગુજરાતીમાં
સૌપ્રથમ રચના કરનારા સર્જક હીરાણંદસૂરિ છે. હીરાણંદની રચના બાદ બીજા છ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org