________________
૪૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
આજુબાજુની પ્રકૃતિ સાથે તે કેવા ઓતપ્રોત થયા હતા અને છતાં / કદાચ એથી જ સંસારની અસારતા તેમને અભિન્ન થઈ હતી. અત્યારની જીવનરીતિમાં તો નરી પ્રકૃતિવિમુખતા પ્રવર્તે છે !
કવિ જયશેખરસૂરિના ‘નેમિનાથ ફાગુ'માં વિરહિણીના મનની અવસ્થા અને ગિરનાર ઉપરના વસંતવિારનું વર્ણન અસરકારક છે. કેટલાક ફાગુમાં કેવળ સાંસારિક વર્ણન પણ હોય છે. ગુણચંદસૂરિ નામે એક જૈન સાધુએ લખેલ ‘વસંત ફાગુ'માં શૃંગારનું સુરેખ વર્ણન આવે છે. કવિગત તાટસ્થ્યનો એ કીમિયો છે. સંસારત્યાગી સાંસારિક રસને પણ યથાર્થ રીતે ઓળખી શકે છે.
પ્રાચીન સાહિત્યમાં જીવનના ઉલ્લાસનું ગાન નથી એવો મુનશીનો જાણીતો મત હવે તો નિરાધાર પુરવાર થયો છે. જૈન ફાગુઓમાં પણ જીવનનો ઉલ્લાસ જોવા મળે છે, પણ એની છેવટની પરિણિત ઉપશમમાં થાય છે.
બારમાસાનો પ્રકાર એ ફાગુનું જ અનુસંધાન છે. જૈન અને જૈનેતર કવિઓએ આ પ્રકાર ખેડ્યો છે. ઋતુવર્ણનની સાથોસાથ માનવભાવનું સરસ સંયોજન એમાં થતું. જૈન કવિઓએ ‘નેમિનાથ ચતુષ્પદિકા’, ‘રાજિમતી બારમાસ’, ‘સ્થૂલિભદ્ર બારમાસા', ‘નેમરાજુલ બારમાસા' વગેરે બારમાસાકાવ્યો આપ્યાં છે. એમાં મુખ્યત્વે નેમિનાથ, સ્થૂલિભદ્ર, નેમ-રાજુલના કથાનકનો ઉપયોગ થયો છે. સૈકાઓ સુધી જૈન કવિઓ આ કથાનકનો ઉપયોગ કરતા રહ્યા છે. ધાર્મિક નિરૂપણ માટે આ વિષય ઘણો લોકપ્રિય હતો. ડૉ. હરિવલ્લભ ભાયાણી કહે છે, “આ જૈન બારમાસીઓ મુક્ત સર્જનો નથી. એ લોકપ્રિય લૌકિક પ્રકારના અનુકરણમાં ધાર્મિક ભાવના અને ઔપદેશિક દૃષ્ટિથી કરાયેલી રચનાઓ છે. તેથી સહેજે તેમાં કાવ્યતત્ત્વ ગૌણ હોય. છતાં થોડીક રચનાઓ, કેટલાક ખંડો અને કેટલીક પંક્તિઓ હૃદયંગમ અને કાવ્ય લેખે ટકી શકે તેવાં છે, વર્ણન, છંદ, અલંકાર અને રચનારીતિની કેટલાક જૈન મુનિઓએ પ્રશસ્ય હથોટી પ્રાપ્ત કરી હોવાની ઘોતક છે.' આવી રચનાઓમાં જયવંતસૂરિકૃત ‘નેમિનાથ-રાજિમતી બારમાસ, વિનયવિજયકૃત ‘નેમરાજુલ બારમાસા’, કપૂવિજયકૃત ‘નૈમરાજુલ બારમાસા' વગેરેને મૂકી શકાય.
કોઈકોઈ રચનાઓ ચુસ્ત રીતે ‘ફાગુ’ કે ‘બારમાસી'માં મુકાય એવી નથી એવો મત સ્વ. મંજુલાલ ૨. મજમુદારે દર્શાવ્યો છે. મુનિ વિનયવિજયકૃત ‘ભ્રમરગીત’ને ‘ફાગુ’ કે ‘બારમાસી'માં મૂકી શકાય તેમ નથી.
‘રાયચંદ્રસૂરિગુરુ બારમાસ’માં “ગુરુના પૂર્વાશ્રમની બહેન (જેનું નામ ‘સંપૂરાં’ આપ્યું છે) વિરાગવૃત્તિવાળા ભાઈને સામાન્ય સંસારી જનની જેમ સંસારના ભોગ ભોગવવા સમજાવે છે, તેનું માસ-ૠતુ પરત્વે જે વર્ણન કરવામાં આવે છે તેને અધ્યાત્મજ્ઞાન દૃષ્ટિએ નિહાળવાનું, આગળ જતાં ચારિત્ર ગ્રહણ કરતાં રાયચંદ્રસૂરિ બનેલા ભાઈ, સમજાવે છે" એમ કહ્યા પછી મુનિ જયચંદણની આ રચનાની વિશિષ્ટતા નિર્દેશતાં મંજુલાલ મજમુદારે યથાર્થ કહ્યું છે કે “આખું કાવ્ય પ્રચલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org