________________
૮૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
હાર મિસિં મુખ સામુ કિ, વાસુકિ મૂકઈ ફંક, તિણિ તીર્ણિ કરી મહિલીંઇ, ગહિલીઈ ચતુર અચૂક. મયણ-પારધિ કર લાકડી, સા કડિ લંકિહી ઝીણ,
ઈમ કિ કહઈ જુવતીવસ, જીવ સવે હુંઈ ખીણ. મધ્યકાળમાં ગુજરાતને સારું એવું રાસસાહિત્ય જૈનોને હાથે મળ્યું છે. રાસ સુગેય કાવ્યપ્રબંધ છે અને એની પ્રારંભની રચનાઓ ટૂંકી, ઊર્મિકાવ્ય જેવી છે. બારમાસી, ફાગુની જેમ તેમ-રાજુ તથા સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક રાસનો પણ વિષય બન્યું છે. એ સિવાય ભરતેશ્વર-બાહુબલિનું યુદ્ધ, જંબુસ્વામી, યશોભદ્ર, બલિભદ્ર જેવા ધર્મપુરુષોનું જીવન, ગિરનાર, કછુલી, શત્રુંજય જેવાં તીર્થધામોનો મહિમા વગેરે ઘણી રાસકૃતિઓનો વિષય બન્યાં છે. એમાં શાલિભદ્રસૂરિકૃત
ભરતેશ્વર-બાહુબલિ રાસ' કાવ્યદૃષ્ટિએ ઉત્તમ કહી શકાય એવી કૃતિ છે. ભરતની વિજયયાત્રા, નગરવર્ણન, દૂતો વચ્ચેનો સંવાદ, યુદ્ધવર્ણન અને વીરનું શાન્તરસમાં ઉપશમન આકર્ષક રસસ્થાનો છે. તે સિવાય “ગૌતમ રાસ'નાં પ્રકૃતિનાં, રેવંતગિરિ રાસો'નાં ગિરનાર પરનાં મંદિરો-વિસામાનાં, વિક્રમચરિત રાસ'નાં ઉજેણીનગરી, રાજદરબાર, મંદિરો, બાગબગીચા અને નાયિકા લીલાવતીના દેહસૌંદર્યનાં નરવાહન અને વિક્રમસેન વચ્ચેના યુદ્ધનાં અલંકારસભર વર્ણનો રસપોષક છે. પ્રબંધસ્વરૂપની સ-રસ કૃતિ જયશેખરસૂરિત ત્રિભુવનદીપક પ્રબંધ' છે. એનું જ્ઞાનગર્ભ રૂપક, વસ્તુગૂંથણી, પાત્રસંયોજન, કાર્યવેગ, બંધની સરળતા – સર્વ કંઈ એના કવિની સર્જકપ્રતિભાનો ઉત્તમ આવિષ્કાર દાખવે છે.
ઉપરના સિવાયની અને અન્ય સ્વરૂપોની ઘણી કૃતિઓનું કાવ્યતત્ત્વ ઉલ્લેખનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org