________________
આનંદઘન-યશોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર ] ૮૫
યશોવિજયજી તેને આ રીતે ગુજરાતીમાં મૂકે છે -
દુગ્ધવત દધિ ભુંજઈ નહીં, વિ દૂધ દધિવ્રત ખાઇ રે. વિ દોઈ અગોરવ્રત જિમ†, તિણિ તિયલક્ષણ જગ થાઈ રે. દ્રવ્ય, ગુણ અને પર્યાયની સમસ્યા મૂળભૂત દાનિક સમસ્યા છે. દ્રવ્ય, ગુણ, પર્યાયનું લક્ષણ અને તેમનો પરસ્પર સંબંધ સુસ્પષ્ટપણે આ કૃતિમાં જણાવ્યાં છે. જે નિત્ય, ધ્રુવ, ત્રણે કાળે એકરૂપ તે દ્રવ્ય, જેમકે સુવર્ણ. દ્રવ્યમાં જે સહભાવી તે ગુણ, જેમકે સુવર્ણની પીળાશ, તેની વિશિષ્ટ ઘનતા વગેરે. દ્રવ્યમાં જે ક્રમભાવી તે પર્યાયો, જેમકે હાર, બંગડી, ઇત્યાદિ. આમ પર્યાયનો અર્થ આકાર, ઘાટ, વિકારો કે પરિણામો સમજાય છે. ગુણ અને પર્યાય બન્ને દ્રવ્યમાં રહે છે. ‘ગુણપર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિહું કાલિ રે. તેહ દ્રવ્ય...ધરમ કહીજઇ, ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે.' ટબામાં યશોવિજયજીએ સહભાવી અને ક્રમભાવીનો અર્થ અનુક્રમે યાવદ્રવ્યભાવી અને અયાવદ્રવ્યભાવી કર્યો છે એ નોંધપાત્ર છે. આવો અર્થ કરી ગુણ અને પર્યાય વચ્ચેના ભેદને એમણે વધુ સ્પષ્ટ કરી દીધો છે. અહીં ઉપાધ્યાયજીને વૈશેષિકદર્શનના ગુણોના યાવદ્રવ્યભાવી અને અયાવદ્રવ્યભાવી વિભાગની પરિભાષા સહાયરૂપ થઈ છે.
દ્રવ્ય અને ગુણ-પર્યાયનો એકાન્ત ભેદ કે અભેદ માનતાં આવતા દોષોને વીગતથી સમજાવ્યા છે અને ભેદાભેદની સ્થાપના કરી છે. લક્ષણથી તેમનો ભેદ છે અને પ્રદેશથી તેમનો અભેદ છે. આ પ્રસંગે અવયવ-અવયવી, કાર્ય-કારણસંબંધ તેમજ સત્કાર્યવાદ-અસત્કાર્યવાદની વિશદ ચર્ચા કરી છેવટે કહે છે કે નૈયાયિક ભેદ માને છે, સાંખ્ય અભેદ માને છે અને જૈન ભેદાભેદ માને છે.
પૂર્વ અપર પર્યાયોમાં એક અનુસૂત અચલ શક્તિરૂપ ઊર્ધ્વતાસામાન્ય એ જ દ્રવ્ય છે. ઊર્ધ્વતાસામાન્યના ૫૨ અને અપર ભેદોને દૃષ્ટાન્તો આપી સમજાવ્યા છે. બીજી રીતે પડતા ઊર્ધ્વતાસામાન્યના બે ભેદ ઓઘશક્તિ અને સમુચિતશક્તિનું નિરૂપણ પણ કર્યું છે. પર અને અપ૨ ઊર્ધ્વતાસામાન્યો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. અનન્તર કારણમાં સમુચિત શક્તિ અને પરંપર કારણમાં ઓઘશક્તિ. વ્યવહારનયથી એક કાર્યની બે શક્તિ સમુચિતશક્તિ અને ઓઘશક્તિ. વળી, વ્યવહારનયથી કાર્ય અને કારણનો ભેદ છે. ઘટનું કારણ મૃડિ છે અને મૃŃિડનું કારણ મૃત્ છે, અને તેમનો ભેદ છે. નિશ્ચયનયથી કારણ એક જ છે અને કાર્યો અનેક છે. એક માટી જ પિંડ, ઘટ આદિરૂપ અનેક કાર્યોનું કારણ છે અને તેથી પિંડ, ઘટ, વગેરે મૃત્સ્વભાવ છે. અહીં કાર્ય-કારણનો અભેદ છે. શુદ્ધ નિશ્ચયનયથી એક કારણ જ સત્ છે, કાર્યો બધાં મિથ્યા છે. આ છે ઉપાધ્યાયજીની વિશિષ્ટ નયશૈલી.
ઉપાધ્યાયજી એક મહત્ત્વનું વિધાન કરે છે કે, “ઇમ શક્તિરૂપઈ દ્રવ્ય વખાણિઉં, હવઇ વ્યક્તિરૂપ ગુણ-પર્યાય.' અર્થાત્ કારણ તો દ્રવ્ય જ હોય, ગુણપર્યાય કી કારણ ન હોય, તેઓ તો કાર્ય જ હોય. અહીં કારણથી ઉપાદાનકારણ અભિપ્રેત છે,
www.jainelibrary.org
Jain Education International
।
For Private & Personal Use Only