________________
૮૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એ એમણે દાર્શનિક ચિંતનપૂર્ણ સ્તવનો, સઝાયો અને ટબા(વિવરણ)સહિત દ્રવ્યગુણ- પર્યાયનો રાસ” લખીને પુરવાર કર્યું છે. આપણે સૌપ્રથમ ત્રણ દાર્શનિક સ્તવનોનો સંક્ષેપમાં પરિચય કરીશું અને પછી બાસહિતના દ્રવ્યગુણપયયનો રાસનો કંઈક વિસ્તારથી પરિચય કરીશું.
વિ.સં.૧૭૩૨માં રચાયેલું ‘શાંતિજિન સ્તવન ભિન્નભિન્ન દેશીમાં રચાયેલી છ ઢાળમાં વિભક્ત છે. આ સ્તવનનો મોટો ભાગ નિશ્ચયનયવાદી અને વ્યવહારનયવાદીના સંવાદરૂપ છે. નયનો અર્થ દૃષ્ટિ (standpoint) છે. નિશ્ચયનય એટલે પરમાર્થદૃષ્ટિ (transcendental standpoint) અને વ્યવહારનય એટલે વ્યવહારદૃષ્ટિ (empirical standpoint), યશોવિજયજી બન્ને નયોનું મહત્ત્વ સમજાવવા તેમને સ્યાદ્વાદના રથના બે ઘોડા તરીકે નિર્દેશ છે. બીજું એક સમન્વરસ્વામીને વિનતિ’ નામનું ચાર ઢાળનું સ્તવન પણ નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ અને મહત્વ સમજાવે છે.
સીમન્વરસ્વામીને વિનતિરૂપ સવાસો ગાથાનું અન્ય એક સ્તવન દાર્શનિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. તેમાં કુગુરુનું સ્વરૂપ આત્માની ઓળખ, આત્મતત્ત્વનો પરામર્શ પરમાર્થ દૃષ્ટિએ આત્મા, વ્યવહાર દૃષ્ટિનું મહત્ત્વ. મોક્ષમાર્ગ અને ભવમાર્ગની સમજણ, દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો ભેદ, પરમાર્થધર્મ અને વ્યવહારધર્મ - આ વિષયો આલેખાયા છે. કુગુરુ વિશે તેઓ લખે છે :
અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે.. પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે,
ધૂમધામે ધમાધમ ચાલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે. હવે આપણે ટબાસહિતના દ્રવ્યગુણપયિના રાસનો પરિચય કરીશું. જૈન દર્શનના અને અન્ય દર્શનોના પ્રૌઢ સંસ્કૃત ગ્રંથોના દોહનરૂપ આ રાસ અને દબો છે. તેમાં ગહન તાર્કિકતા, વિષયનિરૂપણની વિશદતા, નયશૈલી. વિવિધ દર્શનોની પરિભાષાનો સમુચિત પ્રયોગ અને સમન્વયની ઉદારતા દૃષ્ટિગોચર થાય છે. કેટલીક વાર મૂળ સંસ્કૃત શ્લોકોને સરળ ગુજરાતીમાં ઢાળવામાં આવેલ છે, તો કેટલીક વાર સંસ્કૃતમાં થયેલી દાર્શનિક ચચના સારરૂપ ગુજરાતી ગાથાઓ ઉપલબ્ધ થાય છે. ટબામાં ગાથાગત વિચારની ઝીણવટભરી સમજૂતી, દાખલા-દલીલો સાથે પ્રાપ્ત થાય છે.
દિગંબરાચાર્ય સમન્તભદ્રવિરચિત સંસ્કૃત “આતમીમાંસા'ના બે શ્લોકો (૩.૫૯-૬૦) તેમણે ગુજરાતીમાં ઢાળ્યા છે. તેમાંનો એક નીચે પ્રમાણે છે :
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतम् । अगोरसवतो नोभे तस्मात् तत्त्वं त्रयात्मकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org