________________
૭૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
આપે છે. ખાસ કરીને કવિઓના સમયનિર્ણયમાં એ કામ આવે છે. દેશાઈએ આનંદઘનજીનો સમય એમણે જે કવિઓની કૃતિની પંક્તિઓ દેશી તરીકે ઉદ્ધૃત કરી છે એને આધારે કર્યો છે (મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, અધ્યાત્મીશ્રી આનંદઘન અને શ્રી યશોવિજય). ‘મા પાવા તે ગઢથી ઊતર્યં' એ વલ્લભ ભટ્ટની પંક્તિ સં.૧૭૬૧માં રચાયેલી જિનહર્ષની ‘વીશી’માં ઉદ્ધૃત થયેલ છે તેથી વલ્લભ ભટ્ટનો એ ગરબો તે પૂર્વે રચાયો હતો એમ નક્કી થાય છે. વલ્લભ ભટ્ટની અન્ય કોઈ કૃતિ સં.૧૭૯૨ પહેલાંની નોંધાયેલી નથી તેથી આ સમયનિર્દેશ વલ્લભના સમયને વહેલો લઈ જવામાં મદદરૂપ થાય છે.
(૮) કેટલાક જૈન કવિઓ પોતાની કૃતિમાં દરેક ઢાળમાં જુદીજુદી દેશી (અને જુદો રાગ પણ) પ્રયોજે છે અને એવો ઉલ્લેખ પણ કરે છે. આ હકીકત પણ આ કવિઓના દેશી વૈવિધ્ય (અને રાવૈવિધ્ય પણ) પ્રત્યેના આકર્ષણની સૂચક છે. રાજસિંહકૃત ૨૭ ઢાળની આરામશોભા ચિરત્ર'માં બધી ઢાળમાં જુદીજુદી દેશીઓનો નિર્દેશ થયો છે. કનકસુંદરે તો ‘હરિશ્ચંદ્ર રાસ’માં પોતે જ કહ્યું છે છત્રીસે જૂજૂઆ, વિનિવ ઢાલ રસાલ.’
‘રાગ
(૯) ઉદ્ધૃત થયેલી દેશીઓ જૈન સ્તવનો વગેરેમાંથી તો હોય જ. પણ તે ઉપરાંત દેશીઓ ગરબા, રાસ, લોકગીત, વિવાહગીત, ભક્તિવૈરાગ્યના પદ કે ભજન વગેરે પ્રકારોમાંથી લેવામાં આવી છે. એમાં સ્વાભાવિક રીતે જ કૃષ્ણ, રામ, માતાજી વગેરે વિષયક રચનાઓ સ્થાન પામી છે. આ દેશીઓમાંથી ૨૦૦ જેટલી તો કૃષ્ણવિષયક રચનાઓની છે, જે એ વિષયની અસાધારણ લોકપ્રિયતા દર્શાવે છે. આપણે આ બધા વિષય-પ્રકારોનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ.
(ક) ગરબાની પંક્તિઓ :
૧. ગરબઉ કઉણનઇ કોરાવ્યઉ કિ નંદજી રે લાલ, ગરબઉ પારવતી રે સિરે સોહે નંદજી રે લાલ.
૨. જોગમાયા ગરબે રમે રે.
૩. મા પાવાગઢથી ઊતર્યાં રે મા.
૪. મેઘ અંધારી રે, રાતડી ને મીઠડા બે અસવાર.
૫. સાબરમતિએ આવ્યાં છે જળપૂર જો,
ચારે ને કાંઠે માતા રમી વળ્યાં રે.
-
આ ગરબાઓમાં માતાજી ઉપરાંત કૃષ્ણનો પણ ઉલ્લેખ છે તે જોઈ શકાય છે.
(ખ) ભક્તિ અને વૈરાગ્યભાવનાં ભજનો અને ગીતોની પંક્તિઓ :
૧. ગોવિંદો પ્રાણ હમારો રે, મોને જુગ લાગે ખારો રે.
૨. ચેત તો ચેતવું તૂને રે, પામર પ્રાણી.
૩. મારો મારો સાપિણી નિરમલ બૈઠી, ત્રિભુવન ડસીયા ગોરખ દીઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org