________________
૭૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
૪. દેશીઓ : આપણે આગળ જોયું તેમ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં માત્રામેળ છંદો દેશીઓ તરીકે પ્રયોજાયા છે. તે ઉપરાંત સંખ્યાબંધ અન્ય દેશી ઢાળો પણ વપરાયેલ છે. એના પાયામાં તો કોઈ માત્રામેળ હોય જ છે પરંતુ ગેયતા એનું પ્રધાન લક્ષણ છે. ગુજરાતી જૈન કવિતામાં આ દેશીઓના વિનિયોગના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે તારવી શકાય :
(૧) ૧૫મી સદી પછી જૈન કવિતામાં દેશીઓનું પ્રમાણ વધતું રહ્યું છે અને પછીથી તો એ જ રચનાનું મુખ્ય અંગ બની ગયું છે. રાસ વગેરે પ્રકારની કૃતિઓમાં ‘ઢાળ’ નામથી જે મુખ્ય ભાગ આવતો તે દેશીઓમાં જ આવતો. જૈનેતર પરંપરામાં આખ્યાનો દેશીઓમાં રચાયેલાં છે પરંતુ પદ્યવાર્તાનો બંધ સામાન્ય રીતે દુહા, ચોપાઈ જેવા માત્રામેળ છંદોનો જ રહ્યો છે. જૈન પરંપરામાં પદ્યવાર્તાઓ પણ એ ‘રાસ’ ‘ચોપાઈ’ એવા નામથી જ ઓળખાતી – મુખ્યત્વે દેશીબંધમાં જ રચાઈ છે.
(૨) જૈન કવિતામાં વપરાયેલી દેશીઓનું વૈવિધ્ય જૈનેતર કવિતાને મુકાબલે ઘણું વધારે હોય એવું દેખાય છે. વળી, જૈન પરંપરામાં વપરાયેલી દેશીની પંક્તિ ઢાળને આરંભે નોંધવાની પ્રથા અત્યંત વ્યાપક છે. આને કારણે. વપરાયેલી દેશીઓની નોંધ પણ આપણને મળી શકે છે. મોહનલાલ દ. દેશાઈએ જૈન ગૂર્જર કવિઓ' (પહેલી આવૃત્તિ, ભા.૩, પૃ.૧૮૩૩થી ૨૧૦૪)માં દેશીઓની યાદી આપી છે તેમાં ૨૩૨૮ + ૧૨૩ દેશીઓ નોંધાયેલી છે. પાછળની યાદીમાંથી ૧૦૭ દેશીઓ તો હસ્તપ્રત રૂપે મળતા દેશીઓના સંગ્રહની જ છે. એટલેકે જૈન કવિઓએ દેશીઓની સૂચિ પણ કરી છે. આ હકીકત દેશીઓના ઉપયોગ અંગેના એમના પ્રબળ વલણની નિદર્શક છે. ૧૨૩ માંહેની ૧૭ તો દેશાઈએ વપરાયેલી દેશીની આખી કૃતિઓ આપી છે તે છે.
(૩) વસ્તુતઃ નોંધાયેલી આટલીબધી દેશીઓ બધી જ એકબીજાથી જુદા જ ગેય ઢાળનો નિર્દેશ કરતી હોય એવું ન જ બને. દેશીની પંક્તિ જુદી હોય પણ ઢાળ એક જ હોય એવું બની શકે. એક કવિએ જૂની કોઈ રચનાની પંક્તિને પોતાની રચનાની દેશી તરીકે નિર્દેશી હોય અને પછીથી આ કવિની જ પંક્તિ દેશી તરીકે ઉદ્ધૃત થાય એવું બની શકે અને બન્યું પણ છે. સંખ્યાનો વધારો આને આભારી છે. કોઈ અભ્યાસી આ નોંધાયેલી દેશીઓમાં ખરેખર કેટલી જુદી ઢાળો છે તે નક્કી કરી શકે.
-
દેશાઈએ આપેલી દેશીસૂચિમાં આરંભના શબ્દના ફરકથી એક ને એક દેશી જ ફરી વાર નોંધાઈ ગઈ હોય એવું બન્યું છે. એમણે પોતે આવો નિર્દેશ કેટલેક સ્થાને કર્યો છે અને રિવલ્લભ ભાયાણીએ આવાં બીજાં ઘણાં સ્થાનો બતાવ્યાં છે. આ રીતે પણ દેશીઓની સંખ્યા વધી છે. જોકે, આ બધું વિચારતાં પણ દેશાઈએ કરેલી યાદી મધ્યકાળમાં જૈનોએ વાપરેલી દેશીઓની અપાર સમૃદ્ધિ બતાવે જ છે.
(૪) દેશીઓ વિવિધ પ્રકારે ઉલ્લેખાયેલી જોવા મળે છે. કેટલીક વાર એકાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org