________________
મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો ૭૩
શબ્દથી જ દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “સાહેલડીયાની દેશી.' ક્યારેક અડધી પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “અહો મતવાલે સાજના' ક્યારેક આખી પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે, “ગોરી ગાગર મદ ભરી રે, રતનપીયાલા હાથ, ધણ રા ઢોલા.' ક્યારેક બે પંક્તિથી દેશીનો ઉલ્લેખ થયો છે. જેમકે,
તમે પાટણ દેસે જાજ્યો, પાટણની પટોલી લાજો હો માણા. ઘણું સવાદી ઢોલા ! સનેહી વાહલા ! લાગો નેહ ન તોડો.
કેટલીક વાર આથી વધારે અંશ દેશી તરીકે ઉદ્ધત થયો હોય તેવાં દૃષ્ટાંતો પણ મળે છે. દેશાઈએ હસ્તપ્રતોને આધારે ૧૦૭ દેશીઓની જે યાદી આપી છે તેમાં પાંચ કડી સુધીની દેશીઓ મળે છે. કોઈક તો આખી કૃતિ જ છે. દેશાઈએ આ યાદીને “મોટી દેશીઓની અનુક્રમણિકા' એવું શીર્ષક પણ આપ્યું છે.
(૫) ઉદ્ધત થયેલી દેશીઓ ભિન્નભિન્ન ભાષાની જોવા મળે છે. એમાં ગુજરાતી રાજસ્થાનીની રચનાઓ તો હોય જ, પણ તે ઉપરાંત વ્રજભાષા (હિન્દી), સિંધી, પંજાબી તેમજ મારવાડી. મેવાડી વગેરે બોલીઓની રચનાઓની પંક્તિઓ પણ વપરાયેલી છે. સમયસુંદરે તો પોતે વાપરેલી દેશીઓના આ પ્રકારના વૈવિધ્યનો નિર્દેશ પણ ક્યાં છે. “મૃગાવતી રાસમાં પોતે “સંધિ પૂરવ મરુધર ગુજરાતી, ઢાલ નવિનવ ભાતી' વાપરી છે એમ કહ્યું છે. સંધિ એટલે સિંધની. પુરવ એટલે પૂર્વ હિન્દની એટલે હિન્દી, મરુધર એટલે મારવાડી. ઉપરાંત, મારવાડની ઢુંઢાડી. મેવાડી તેમજ દિલ્હીની ભાષાની ઢાલ પણ એમણે વાપરી છે. એમણે યોજેલી દેશનાં ગીતો મેડા, નાગોર વગેરે પ્રદેશમાં પ્રસિદ્ધ હોવાનું એમણે નોંધ્યું છે. આનો અર્થ એ છે કે કવિએ આ દેશીવૈવિધ્ય જાણકારીથી અને સભાનતાથી આપ્યું છે.
(૬) ઉદ્ધત થયેલી દેશીઓ અનામી લોકગીતો વગેરેની છે તેમ નામી કવિઓની રચનાઓની પણ છે. ઘણી દેશીઓની મૂળ કૃતિ આપણે શોધી પણ શકીએ. “જૈન ગૂર્જર કવિઓની દેશી-સૂચિમાં દેશાઈએ ઘણે સ્થાને એ દેશના મૂળનો ઉલ્લેખ કર્યો છે. જેમકે, “અજિત નિણંદ સું પ્રીતડી’ એ યશોવિજયકૃત. અજિત સ્તવનની પંક્તિ છે અને જ્ઞાનવિમલ વગેરેની કૃતિઓમાં એ દેશી વપરાઈ છે. જૈનેતર કવિઓની પણ પંક્તિઓ ઉદ્ધત થયેલી છે. જેમકે, વલ્લભ ભટ્ટના ગરબાની “મા પાવા તે ગઢથી ઉતય' એ પંક્તિ. જિનહર્ષની “વીશી'માં ઉદ્ધત થયેલી છે. કવિ પોતાની જ અન્ય રચનાની દેશીમાં લખે એવું પણ બને છે. સમયસુંદર દેશી. તરીકે પોતાની જ અન્ય રચનાઓની પંક્તિઓ ઉદ્ધત કરી છે.
કોઈ વાર પંક્તિ ઉદ્ધત કર્યા વગર જાણીતી રચનાના નામ સાથે દેશીનો ઉલ્લેખ થતો હોય છે. જેમકે, “સુદામાના ગીતની દેશી', “સીતાવેલની દેશી'. કોઈ વાર કવિનામનો પણ નિર્દેશ હોય છે. જેમકે, “થોભણના બારમાસની દેશી' વગેરે.
(૭) દેશીઓનાં આ પ્રકારનાં ઉદ્ધરણો કેટલાંક ઐતિહાસિક તથ્યો ઉઘાડી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org