________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં કાવ્યતત્ત્વ : સંક્ષિપ્ત દિગ્દર્શન
પ્રવીણ શાહ
ભારતિ ભગવતિ મામ ધરી, ગુરુપય નમિ પવિત્ર,
બોલિશુ બુદ્ધિઆગલઉં, સૂરિસર તણઉં કવિત્ત. આજના પરિસંવાદના સાહિત્યને લગતા મારા વિષયની સાહિત્યિક પરંપરામાં તથા આજનો શુભ પ્રસંગ – બંનેને અનુરૂપ એવું મંગલાચરણ કરી હું મારો નિબંધ શરૂ કર્યું.
આજે જ્યારે ગુજરાતી સાહિત્યમાં આકૃતિ, ઇબારત અને અભિવ્યક્તિ પરત્વે નવો જ મત સ્થિર થવા લાગ્યો છે, કવિતા વધુ ને વધુ વ્યક્તિવાદી બનતી જાય છે, ભાવકથી નિરપેક્ષ અભિવ્યક્તિની હિમાયત કરી પ્રત્યાયનની જવાબદારીથી કવિ મુક્ત થવા માગે છે ત્યારે, આજથી સૈકાઓ પૂર્વે થયેલા, તપસંયમને વરેલા જૈન સાધુસૂરિઓએ ભલે તત્કાલીન સાહિત્યિક પરંપરાની મર્યાદામાં રહીને પણ જે સર્જન કર્યું છે તેને રસપૂર્વક, ધીરજથી ઝીણી નજરે જોવા-તપાસવાનું જરૂરી બને. જેમ આધુનિકોની કાવ્યપ્રવૃત્તિ ગમે તેટલી સંદિગ્ધ હોય. ચેષ્ટા ગમે તેટલી અસંબદ્ધ કે વાંકી-ટેડી હોય, પણ તેની અવહેલના કરવાનું પાપ કોઈ પેઢી કરી શકે નહીં તેમ આ સૈકા જૂના સાહિત્યની ધાર્મિકતા, પરંપરાગતતા કે અન્ય કારણોસર અવગણના કરવા જેટલો ગંભીર, જીવનનો તો ઠીક, સાહિત્યનો દ્રોહ બીજો કોઈ નહીં હોય. કવિતા જો આનંદજનક પ્રવૃત્તિ બની રહેતી હોય તો એમાં શું જૂનું કે શું નવું ?
નિબંધના વિષયસંદર્ભમાં મેં જે કૃતિઓ ફરીફરી તપાસી ઉપયોગમાં લીધી છે તેમાં મને જે ગમી ગયું, મારા અંતરને પમરાવી ગયું, બુદ્ધિને સ્પર્શ કરી ગયું, કાનને શ્રવણનો આનંદ આપી ગયું, આંખોમાં જીવંત સ્વરૂપે રમી રહ્યું તે દરેક તત્ત્વ મારે માટે તો કાવ્યતત્ત્વ જ છે. પછી ભલે તે તીવ્ર, ઉત્કટ સંવેદનાની અસરકારક અભિવ્યક્તિ હોય, ઉત્સુકતા, વ્યાકુળતા, પરવશતા, નિરાશા-આશા, રોષ સર્વ ભાવોને ભિન્નભિન્ન સંદર્ભો, વિભાવો, પ્રતીકો, અલંકારો અને ઉક્તિલઢણોથી ચિત્રમય અને હૃદયસ્પર્શી બનાવી દેતી કવિકલમની સતેજતા હોય, ભાવને વધુ સચોટ બનાવતું પ્રકૃતિનિરૂપણ હોય. પાત્રોની સંવાદયોજના હોય, મૌલિક અને મનોહર અલંકારોનું ગ્રંથન હોય. કાવ્યને સુગેય બનાવતી ધ્રુવપદ, પાદપૂરક
આંતરયમક અને પ્રાસાનુપ્રાસની પ્રયુક્તિ (device) હોય, વ્યવહારજીવનનાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org