________________
મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો | ૭૧
કદાચ બોલી (ગધ)-મિશ્રિત અડિલા વગેરે છંદો સૂચવતા હોય. એ નોંધપાત્ર છે કે જૈન સાહિત્યમાં કેટલાંક છંદનામોનું સંસ્કૃતીકરણ થયું છે. જેમકે, દુહા માટે “દોગ્ધક' ઉપરાંત દુગ્ધઘટા' એ શબ્દ પણ પ્રયોજાયો છે.
(૩) આ માત્રામેળ છંદો ગેય હતા તે ઉપરાંત મધ્યકાલીન ગુજરાતીમાં તો આ માત્રામેળ છંદોની દેશીઓ એટલેકે એને પાયામાં રાખીને રચાયેલી દેશી ઢાળો આસ્તિત્વમાં આવી છે. જેમકે, અઢયાની દેશી, ઉલાલાની દેશી, દોહરાની દેશી એવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
() ચોપાઈ જેવા કેટલાક છંદોમાં અને કંડળિયા જેવી રચનારીતિમાં થયેલી સળંગ કૃતિઓ મળે છે પરંતુ દુહા, વસ્તુ જેવા કેટલાક છંદો આંતરેતરે, ઘણી વાર કથાનકના વળાંકને સ્થાને આવતા. તે છંદોમાં થયેલી આખી રચના પ્રમાણમાં ઘણી ઓછી મળે છે. અલબત્ત સુભાષિતો અને ઉપદેશાત્મક અંશો માટે દુહા, કવિત્ત અને છપ્પાનો ઉપયોગ કરવાનો ચાલ હતો. મોટા ભાગની મધ્યકાલીન કૃતિઓ તો અનેક છંદો અને દેશીઓના સહિયારા ઉપયોગથી રચાયેલી છે.
૩. ચારણી છંદોઃ એ અપભ્રંશનો વારસો અને વિકાસ છે. ચારણી શૈલી એક વાક્છટાવાળી વિશિષ્ટ શૈલી છે, જેનાં, જોમ અને ગતિ એ મુખ્ય લક્ષણો છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં એના વિનિયોગના કેટલાક મુદ્દા આ પ્રમાણે તારવી શકાય ?
(૧) વિશિષ્ટપણે ચારણી કહેવાય એવા છંદોમાં મોતીદામ, ભૂજંગપ્રયાત, રેડકી, ત્રિભંગી, લીલાવતી, નારાચ, પદ્ધડી, હાટકી વગેરે ગણાવી શકાય.
(૨) આ ચારણી છંદોનો પ્રસંગોપાત્ત લાંબી કૃતિઓમાં ઉપયોગ થયો છે તે ઉપરાંત એક યા વધુ ચારણી છંદોથી જ થયેલી રચનાઓ મળે છે, જે “છંદ’ને નામે જ ઓળખાય છે. જેમકે, સહજસુંદરની “ગુણરત્નાકર છંદ, લાવણ્યસમયની રંગરત્નાકર નેમિનાથ છંદ' વગેરે. (જૈન ગૂર્જર કવિઓમાંથી આની વિસ્તૃત યાદી મળી શકે છે.)
(૩) ચારણોની સભારંજની શૈલી રાજદરબારો સાથેના સંબંધને આભારી હતી. કેટલાક જૈન સાધુકવિઓ પણ રાજદરબારો સાથે સંબંધ ધરાવતા હતા અને એમણે ચારણી છંદોનો વિશેષ ઉપયોગ કર્યો છે, વિશેષ કુશળતાથી પણ કર્યો છે. જેમકે, વિજયહર્ષના શિષ્ય ધર્મસિંહ (ઈ.સ.૧૭મી–૧૯મી સદી). એમને બિકાનેર વગેરે રાજસ્થાનના રાજવીઓ સાથે સંબંધો હતા. ચારણી છંદો અને પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રબંધોવાળી સભારંજની શૈલીનો એમણે ઘણો ઉપયોગ કર્યો છે. છંદ, કવિત્ત, સવૈયા વગેરે નામથી તેમણે ચારણી શૈલીની સળંગ રચનાઓ પણ કરેલી છે. રાજવીઓ પાસેથી “કવિરાજ અને “કવિબહાદુર' જેવાં બિરુદ જેમણે મેળવ્યાં હતાં એ દીપવિજય (ઈ.સ.૧૮મી–૧૯મી સદી) પણ ચારણી છંદોની કુશળતા બતાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org