________________
૭૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ઔપદેશિક રચનાઓ વિવિધ વૃત્તોમાં છે, જ્યારે સ્તવનાદિ પ્રકારની નાની કૃતિઓ કોઈ એક વૃત્તમાં છે. વૃત્તરચનાનો વિનિયોગ ૧૫મી સદીના આરંભથી ૧૭મી સદીના અંત સુધી વિસ્તરેલો દેખાય છે.
(૨) સળંગ વૃત્તબદ્ધ કાવ્યો મળે છે તે ઉપરાંત અન્ય પદ્યબંધોની વચ્ચે છૂટકછૂટક રીતે કે વૈવિધ્ય ખાતર અક્ષરમેળ વૃત્તોનો ઉપયોગ થયો હોય એવા પણ ઘણા દાખલા મળે છે. ઈશ્વરસૂરિકૃત ‘લલિતાંગ ચરિત્ર' (ઈ.સ.૧૫૦૫)માં માત્રામેળ છંદોની સાથે ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા એ વૃત્તો પ્રયોજાયાં છે. કેટલાંક ફાગુ કાવ્યોમાં વિવિધ પ્રકારના છંદોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય છે તેમાં ‘કાવ્ય’ એવાં શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત મુકાતો હોય છે, એ ઉપરાંત સ્રગ્ધરાનો પણ વિનિયોગ થયેલો છે. આ ઉપરાંત પણ ઘણી કૃતિઓમાં વચ્ચેવચ્ચે અક્ષરમેળ વૃત્તો આવેલાં છે. કેટલીક વાર અક્ષરમેળ વૃત્તને શ્લોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(૩) મધ્યકાલીન સાહિત્યના અક્ષરમેળ વૃત્તબંધનું એક લક્ષણ ખાસ નોંધનીય છે. એમાં કેટલીક વાર વાક્ય એક ચરણમાંથી બીજા ચરણમાં વહે છે ચરણની વચ્ચેથી શરૂ થઈ બીજા ચરણમાં વહે છે તેમ એક શ્લોકમાંથી બીજા શ્લોકમાં વહે છે. વિરાટપર્વ'ના વૃત્તબંધમાં આવા દાખલા જોવા મળ્યા છે. આજે જેને આપણે બળવંતરાયે પ્રતિષ્ઠિત કરેલ સળંગ પઘરચના' તરીકે ઓળખીએ છીએ તેને મળતી આ રચના ગણાય.
(૪) ‘વિરાટપર્વ’ના વૃત્તબંધમાં એક શ્લોકનાં બે ચરણ એક વૃત્તમાં હોય અને બીજાં બે ચરણ બીજા વૃત્તમાં હોય એવા પણ દાખલા મળે છે.
૨. માત્રામેળ છંદો ઃ આ અપભ્રંશનો વારસો છે. ગુજરાતી જૈન કવિતામાં એના વિનિયોગના મુદ્દા આ પ્રમાણે તારવી શકાય :
(૧) માત્રામેળ છંદો તો મધ્યકાલીન કવિતામાં પ્રચુરતાથી વપરાયેલા છે. ૧૪મી સદી સુધી તો એનું જ ચલણ દેખાય છે. પછીથી માત્રામેળ છંદોની સાથે દેશી ઢાળોનો વિનિયોગ વધતો જાય છે.
(૨) માત્રામેળ છંદોમાં સમગ્ર મધ્યકાળમાં વ્યાપક રૂપે પ્રયોજાયેલ તો દુહા અને ચોપાઈ છે. એ જાણે લાંબી કથાત્મક કૃતિનાં તો અનિવાર્ય અંગ છે. એ કારણે એવી કૃતિઓ ‘ચોપાઈ'ના નામથી પણ ઓળખાય છે. એ સિવાય પ્રયોજાયેલા બીજા માત્રામેળ છંદો છે વસ્તુ (= ૨૩ા), ત્રિપદી, સોરઠા, રોળા, હરિગીત, ધઉલ, પવાડો, પધ્યડી, રાસક, અહિલ્લ, મડિલ, ફાગ, ગાથા વગેરે. આ ઉપરાંત એકથી વધુ છંદના મિશ્રણવાળા ચંદ્રાવળા, કુંડલિયા, છપ્પા વગેરે બંધો પણ વપરાયા છે. વસ્તુ છંદનો વપરાશ ધીમેધીમે ઘટતો ગયો છે અને ૧૭મી સદી પછી તો એનો વપરાશ ભાગ્યે જ દેખાય છે. ક્વચિત ‘અડતાલા ચોપાઈ' જેવા ચોપાઈના વિશિષ્ટ પ્રકારનો વિનિયોગ પણ મળે છે. ‘કાવ્યાર્ધબોલી, 'અડિલાધંબોલી' જેવાં નામો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org