________________
પડ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
આવસિ પુત્રને માંગલાં,
રૂડો કરસિંઓ હો વિવાહ સમ જોડિ. કુલવધૂ મુઝ પાય લાગશે,
પુહચશે હો મનવાંછિત કોડ. આ હાલરડામાં માતાના બાળક પ્રત્યેના પ્રેમને કવિએ જે રીતે રજૂ કર્યો છે તે ખાસ ઉલ્લેખનીય છે :
કમલનયન પુત્ર નિરખતાં.
મુઝ કેરું મનભમર લીન; દિનદિન વાધે નેહલું,
- જિમ દીઠે હો જલસંચય મીન. માતૃપ્રેમની ઉચ્ચતમ અભિવ્યક્તિ કાવ્યાત્મક રીતે કર્યા પછી માતા બાળકની રક્ષા માટે અનેક દેવીઓને પ્રાર્થે છે. એ રક્ષાની પ્રાર્થના સાથે આ હાલરડું સમાપ્ત થાય
બીજાં ત્રણ હાલરડાં મહાવીરસ્વામી વિશેનાં છે. કલ્યાણવિજયગણિના હાલરડામાં માતા કહે છે કે જિનવરના ધર્મના પાલનનું મને ફળ મળ્યું. અહીં તો ખુદ જિનવર પુત્ર છે છતાંય માતાના ભાવો તો મૂળભૂત રીતે એ જ રહે છે. ઉપરાંત, તે સિવાય કંઈક વિશિષ્ટ પણ બને છે. પ્રથમ અમીવિજયકૃત હાલરડામાં જોઈએ તો ત્રિશલાએ જન્મ આપેલા પુત્રને જોઈ ચોસઠે ઈન્દ્રનાં આસન કંપે છે. એક કરોડ સાઠ લાખ કલશથી તો મહાવીરનો સ્નાત્રમહોત્સવ થાય છે. મહાવીરના જન્મથી કુળમાં આનંદઆનંદ છવાઈ જાય છે, પ્રજાને પણ અપાર આનંદ થાય છે. ઘેરઘેર શ્રીફળનાં તોરણ બંધાય છે. સ્ત્રીઓ મંગળગીત ગાય છે. રાજાએ ખૂબ રંગેચંગે જન્મોત્સવ ઊજવ્યો. આ બધાંના આનંદમાં શિરમોર તો છે ત્રિશલાની વાત. કવિ ત્યાં કહે છે ?
માતા ત્રિશલા થઈ ઉજમાલ. અહીં ‘ઉજમાલ” શબ્દ પ્રયોજી કવિ ત્રિશલાને કેટલાં બધાં ગૌરવાન્વિત કરે છે ! પછી મહાવીરના સૌંદર્યને વર્ણવતાં કવિ કહે છે :
વિરના મુખડા ઉપર વારુ કોટી ચંદ્રમા, પંકજલોચન સુંદર વિશાલ કપોલ, શુકચંચૂ સરિખી દીસે નિર્મલ નાસિક,
કોમલ અધર અરુણ રંગ રોલ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેટલાક નાયકોના રૂઢ વર્ણનની અહીં સહજ યાદ આવી જાય. પછીનું એક ચિત્ર ખાસ નોંધપાત્ર છે ?
કર અંગૂઠો ધાવે વીરકુમાર હર્ષે કરી,
કાંઈ બોલાવતાં કરે કિલકાર. જાણે આપણા જ અનુભવનું ચિત્ર. ચિત્રાત્મકતા આ હાલરડાની ખાસ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org