________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં D પ૫
આનંદ અને શાંતિનું, પ્રસન્નતાનું અને ધન્યતાનું હાલરડામાં વિશેષભાવે નિરૂપણ થાય છે.
હવે આપણે મધ્યકાલીન ગુજરાતીમાંથી જૈન કવિઓ દ્વારા રચાયેલાં ઉપલબ્ધ ચાર મુદ્રિત હાલરડાંનો વિચાર કરીએ. આ હાલરડાંઓ વિશે એક બાબત સૌ પ્રથમ એ નોંધવી જોઈએ કે એના સર્જકો સાધુ હોવા છતાં બાળક અને માતાના માધુર્યભર્યા સંબંધોને ખૂબ કોમળતાથી, વાસ્તવિક રીતે રજૂ કરે છે. વૈરાગી સાધુ આવાં, ભાવની આર્કતાથી ભરેલાં, રસિક મધુર ચિત્રો આપે એ જ આનંદદાયક ઘટના છે. બાળક-માતાના સંબંધનું ગૌરવભર્યું ચિત્ર તેઓ ઉપસાવે છે. તે સાથે બાળકો માટેનો તેઓના અંતરનો નિર્મળ પ્રેમ. બાળક પ્રત્યેનો મહિમાભાવ પણ તેઓ આડકતરી રીતે સૂચવે છે.
ઉપલબ્ધ ચાર મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે છે :
જયવિજયકૃત “કલ્યાણવિજયગણિનો રાસ' (ર.સં. ૧૬૫૫, આસો સુદ ૫)ની ત્રીજી ઢાળ “માતા હુલાવન હાલરડું છે, જે ૧૭ કડીની છે. બીજાં ત્રણ હાલરડાં મહાવીરસ્વામી વિષયક છે : (૧) રૂપવિજયશિષ્ય અમીવિજય ત, જે ૧૮ કડીનું છે તથા (૨) રત્નવિજયશિષ્ય દીપવિજયકૃત, જે ૧૭ કડીનું છે. આ બંને ૧૯મી સદી પૂર્વાર્ધનાં છે. અને (૩) કાંતિવિજયકૃત ૬ કડીનું “મહાવીર સ્વામીનું હાલરિયું.'
પ્રથમ આપણે જયવિજયકૃત કલ્યાણવિજયગણિનું હાલરડું જોઈએ. માતા પૂંજી પોતાના પુત્રને સુવડાવતાં કહે છે : ધરમ ફળ્યું જિનવર તણું અને તેથી ‘દુલભ વદન દીઠું પુત્રનું, મુઝ સલી હો ફલીઓ ગૃહવાસ.' પોતાના ગૃહસ્થ જીવનની સફળતા આ પુત્રપ્રાપ્તિમાં તેઓ માને છે. તે પુત્ર કેવો?
ગુણનિધિ પુત્ર તું જનમીઓ,
મેં પામીઓ હો સઘલો સનમાન. ગુણોના સાગરરૂપ એ પુત્રની પ્રાપ્તિથી જગતનું સર્વ સન્માન પોતાને પ્રાપ્ત થયાનો તેમને આનંદ છે. પછી તો પુત્રના શણગારનું મધ્યકાલીન પરંપરાગત વર્ણન છે. જેમકે : * ભલી ટોપી લાલ ફરંગ તણી,
મણિ મોતી હો ભરી ભરત અપાર * પાય તણી ભલી મોજડી.
પહિરાવું હો તનુજ મનિ આજ. અને પછી તેના લગ્નની પણ કલ્પના. બાળક હજી ઘોડિયામાં હોય પણ માતા માત્ર પોતાના બાળક માટે સારામાં સારી કન્યા આવશે એમ જ વિચારે. આપણામાં એમ ગાય છે કે, “રાજાની કન્યા કાળી, ભાઈએ પાછી વહેલી વાળી.” અહીં પણ પુત્રના લગ્ન અંગે એક માતાનો ભાવ કેવો ચિત્રિત થયો છે તે જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org