________________
મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય ] ૬૭
બાલા.' (સં.૧૮૬૬/ઈ.સ.૧૮૧૦), ‘આનંદઘન બહુત્તરી બાલા.'’, ‘જિનમતધારક વ્યવસ્થાવર્ણન સ્તવન બાલા.', અધ્યાત્મગીતા: બાલા.' (હિંદી, સં.૧૮૮૦| ઈ.સ.૧૮૨૪) અને ‘સાધુસઝાય બાલા.’ (મુદ્રિત છે), વલ્લભવિજયનો ‘સ્થૂલભદ્રચિરત્ર બાલા. (સં.૧૮૬૪/ઈ.સ.૧૮૦૮) આનંદ-વલ્લભનો દંડક સંગ્રહણી બાલા.' (સં.૧૮૮૦/ઈ.સ.૧૮૨૪), કુંવરવિજયના અધ્યાત્મગીતા બાલા.' (સં. ૧૮૮૨/ઈ.સ.૧૮૨૬), મોહન (મોલ્હા?)નો ‘અનુયોગદ્વાર બાલા.' (સમકાલીન), અજ્ઞાતકર્તાઓના ૧૮૩ જેટલા (જૈ.ગૂ.ક.૬, પૃ.૩૨૪-૩૪૮).
વિક્રમની ૧૯મી સદીમાંનો બાલાવબોધો'નો પ્રવાહ ૨૦મી સદીમાં પણ ચાલુ રહ્યો છે, જેવો કે ઋદ્ધિસાર-રામલાલનો ‘સંઘપટ્ટક બાલા.' (હિંદીમાં, સં.૧૯૬૭/ઈ.સ.૧૯૧૧), ઉપરાંત અજ્ઞાતકર્તાઓના ૫૮ જેટલા જાણવામાં આવ્યા છે. (એજન, પૃ.૪૦૦–૪૦૪ અને ૪૧૪–૪૬૯).
છેલ્લાં છો સાડાછસ્સો વર્ષોના ગાળામાં મધ્યકાલીન ગુજરાતી ગદ્યની રચનાઓ મોટી સંખ્યામાં થઈ છે. તેઓમાં ‘બાલાવબોધો’ની સંખ્યા પ્રમાણમાં વધુ થઈ છે. સ્તબકો-ટબા પણ થયા છે, પણ એઓની સંખ્યા મર્યાદિત છે, જ્યારે ‘કથાઓ' કહી શકાય તેવી રચનાઓ પણ તદ્દન મર્યાદિત છે. ‘વર્ણકો’અને ‘પૃથ્વીચંદ્રચરિત’ જેવી ગદ્ય આખ્યાયિકા તો ભાગ્યે જ અન્ય જોવા મળે છે. અનુપ્રાસાત્મક ગદ્ય આપતી આવી રચનાઓ સ્વલ્પ જ છે.
નોંધવા જેવું છે કે કેટલાક ‘બાલાવબોધો” માત્ર વિવરણસ્વરૂપના હોય છે, જ્યારે કેટલાક ‘બાલાવબોધો'માં વિવરણ સાથોસાથ પ્રસંગને બંધ બેસે એવી દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી હોય છે. સાહિત્યપ્રકારની દૃષ્ટિએ આવા બાલાવબોધો મહત્ત્વ ધરાવે છે. આ કિંમતી સાહિત્ય શબ્દસમૃદ્ધિ, ભાષાનો વિકાસ અને સાહિત્યપ્રકાર આ ત્રણ રીતે આપણું ધન છે. આ કારણે એઓનું પ્રકાશન જરૂરી છે.
પ્રો. જયંત કોઠારીએ સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ગ્રંથોનું સંપાદન હાથ પર લઈ જબરદસ્ત પુરુષાર્થ આદર્યો એ છ જેટલા ગ્રંથો પાછળ ખર્ચાયેલા શ્રમથી સમજાય છે. એમનો ૭મો ગ્રંથ પ્રસિદ્ધ ન થયો હોત તો છ ગ્રંથો પાછળ લીધેલી મહેનતનું સાર્થક્ય શંકાસ્પદ રહેત. પાંચ જેટલી વર્ણાનુક્રમણીઓ તે-તે દૃષ્ટિએ મહત્ત્વની છે. આમાંની કૃતિઓની વર્ણાનુક્રમણી વર્ગીકૃત આપવામાં આવી છે અને સાહિત્યપ્રકારોની પણ વર્ગણી આપી છે. મારે ‘બાલાવબોધો’ વિશે જાણવું હતું એ માટે આ વર્ગણી મને ઉપયોગી થઈ છે. એ પછી જ છયે ગ્રંથોનું પ્રત્યેક પાનું જોઈ જવાથી મારી અપેક્ષા પૂર્ણ થઈ. ઉપરની તારવણી આ બે પ્રકારે સહજ બની છે. પ્રો. કોઠારીના ૭ ગ્રંથ ન હોત તો મારો આ પ્રયત્ન સરળતાથી સિદ્ધ થઈ શક્યો ન હોત.
અંતમાં મારી એક વિનંતી છે કે કોઈ પણ સંસ્થા, એ પછી જૈન હોય કે જૈનેતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org