________________
૫૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ચૂંટી ખણશે કે સા દેશે જેવી બાબતો કેવું સુંદર વાસ્તવિક ચિત્ર દોરી જાય છે ! તે જ રીતે મામા-મામી શું કરશે તેનાં પણ લાક્ષણિક રંગીન જીવંત ચિત્રો અહીં ઊભાં થયાં છે :
નંદન મામા-મામી સુખડી સહુ લાવશે,
નંદન ગજુવે ભરસે લાડુ મોતીચૂર... વગેરે. પછી તેને રમવાનાં રમકડાંઓની પણ એવી જ ચિત્રાત્મક રજૂઆત. પછી તેમને નિશાળે મૂકશે ત્યારે ?
નંદન નવલા ભણવા નિશાલે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી મોહોટે સાજ. પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલ શું,
સુખલડી લેશું નિશાલીયાને કાજ.
આ તો મોટા ઘરનો દીકરો છે ને માતાની ભાવના છે એટલે બધા જ નિશાળિયા માટે તેઓ સુખડી લઈ જાય એવી જ કલ્પના હોય ને ! ને પછી કુંવર મોટો થશે એટલે સરખી વહુવર લાવવાની તો વાત હોય જ ! પણ અહીં તે પછી ત્રિશલા જે કહે છે તે જોઈએ:
મહારે આંગણ વઠા અમૃત દૂધે મેહુલા,
મહારે આંગણ ફલિયા સુરતરુ સુખના કંદ.
આ રીતે અમૃતની વર્ષા અને કલ્પવૃક્ષરૂપ પુત્રને પોતે જન્મ આપ્યો છે તેની પ્રસન્નતા સાથે તેનું હાલરડું પૂરું થાય છે. પછી કવિ તેના પર મહોર મારે છે કે આ પારણું “જે કોઈ ગાશે, લેશે પુત્ર તણા સામ્રાજ.' તીર્થંકરનું આ હાલરડું ગાવામાં આવે તો તેનું સુફળ પણ મળવું જોઈએ ને !
ત્રીજા છ કડીના હાલરડામાં ત્રિશલાના વીરકુંવરના પારણીએ હીરના છે દોર ! ઘૂમે છે મોર !' આ એક જ પંક્તિમાં કેવી સહજતાથી પારણાની ભવ્યતા. નિરૂપાઈ છે ! એવા એ પારણામાં બાળકને પોઢાવવા કોણ આવે છે ? ઈન્દ્રાણી આવે છે જે તેને હેતથી હુલાવે છે, ને પછી આભૂષણ, ખાજાં, મોતીચૂર વગેરે લઈ બહેની આવે છે. ટૂંકમાં તેને આભૂષાદિથી લાડ લડાવવામાં આવે તે વાત રજૂ થઈ છે. પછી સામાન્યતઃ દરેક સ્ત્રી પોતાના બાળક માટે ઇચ્છે તેમ અહીં કુંવર મોટો થશે. નિશાળે ભણવા જશે ને માતા હરખાશે ને તેને પરણાવશે એ સનાતન ભાવ અહીં રજૂ થયા છે. એમ કહી શકાય કે ત્રિશલાના નિમિત્તે સ્ત્રીમાં રહેલા માતૃત્વની ભાવનાને અહીં વ્યક્ત કરવામાં આવી છે.
બાળક માટેના નિવ્યજ સ્નેહનું આલેખન એ જ હાલરડાનો કેન્દ્રવર્તી વિષય હોય એ સ્વાભાવિક છે. અન્ય હાલરડામાં બાળક માટેના પ્રેમને અનેક ઉપમાઓ દ્વારા રજૂ કર્યો છે. સામાજિક સંદર્ભોને પણ તેમાં વણી લેવામાં આવ્યા છે, તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org